પરપ્રાંતિયોને કામે રાખી જાણ નહિ કરનારા હોટલ, સ્પા અને તબેલા સંચાલકો દંડાયા

- text


મોરબી શહેર, તાલુકા અને વાંકાનેરમાં વધુ 18 સામે જાહેરનામા ભંગની કાર્યવાહી

મોરબી : મોરબી શહેર અને જિલ્લાના ગુન્હાખોરીની અનેક ઘટનાઓમાં પરપ્રાંતિયોની સીધી જ સંડોવણી સામે આવતા જિલ્લામા મકાન ભાડે આપનાર તેમજ ખેતીવાડી, કારખાના અને હોટલમાં પરપ્રાંતિયોને કામે રાખનાર માટે વિગતો જાહેર કરવાનું જાહેરનામું અમલી હોવા છતાં વિગતો પોલીસને ન આપવામાં આવતી હોવાથી મોરબી સીટી એ ડિવિઝન, તાલુકા પોલીસ અને વાંકાનેર તાલુકા પોલીસે સ્પા, હોટલ અને તબેલા સંચાલક સહિત 18 સામે જાહેરનામા ભંગની કાર્યવાહી કરી હતી

પરપ્રાંતીય લોકોને કામે રાખવા તેમજ મકાન ભાડે આપવા મામલે પોલીસને જાણ નહિ કરી જાહેરનામાનો ભંગ કરવા મામલે સીટી એ ડિવિઝન 11 વિરુદ્ધ કાર્યવાહી કરી હતી જેમાં શનાળા લાયન્સ નગરમાં ઓરડી ભાડે આપનાર માધવ જીવણભાઈ જિલરીયા, લાતીપ્લોટમા બહારના શ્રમિકોને કામે રાખનાર રાકેશ જયંતીલાલ કરથીયા, જયભાઇ નગીનભાઈ કવાડિયા, યુનુસ અબ્દુલભાઇ ભટ્ટી, જુના બસસ્ટેન્ડ પાછળ તકદીર હોટલમાં બહારના માણસને કામે રાખનાર ઇરફાન કિતાબઅલી શેખ, ભક્તિનગર સર્કલ પાસે હોટલમાં પરપ્રાંતીયોને કામે રાખનાર રાજેશ અમરશીભાઈ ભોરણીયા, હેવમોર પાઉભાજીના સંચાલક ઘનશ્યામ કરશનભાઇ બાવરવા, એક્સન ચાઈનીઝ વાળા પ્રકાશ સોહનલાલ મોદી, ન્યુ વિરાટ હોટલ વાળા કલ્પેશ કેશવજીભાઈ ઘોડાસરા, મઢુંલી હોટલના સંચાલક ધર્મેશ મગનભાઈ ભોરણીયા વિરુદ્ધ જાહેરનામા ભંગ મામલે કાર્યવાહી કરી હતી.

- text

જ્યારે વાંકાનેર તાલુકા પોલીસે નવા રેરા ગામની સીમમાં ભેંસની તબેલો ધરાવતા ઇનાયત મજીદભાઈ સરવદી વિરુદ્ધ પરપ્રાંતિયોને કામે રાખી પોલીસને જાણ નહિ કરવા મામલે ગુંન્હો નોંધ્યો હતો. આ ઉપરાંત મોરબી તાલુકા પોલીસે મકનસર નજીક આવેલ એલક્ષ સિરામિક કારખાનામાં બહારના રાજ્યના 10 મજૂરને કામે રાખનાર લેબર કોન્ટ્રાકટર કાળુભાઇ ઉર્ફે ભોજાભાઈ સવાભાઈ રાઠોડ વિરુદ્ધ, મોરબીની લીલાપર ચોકડીએ ભંગારના ડેલામાં બહારના રાજ્યના મહિલા અને પુરુષોને કામે રાખનાર માળિયાના ભવાપર ગામના રહેવાસી દીક્ષિત દામજીભાઈ બાવરવા વિરુદ્ધ, બેલા ગામની સીમમાં નેક્ષા સ્પા ચલાવનાર અશ્વિન ચતુરભાઈ મોરડીયા વિરુદ્ધ, લાલપર ગામની સીમમાં ઓરસનજોન ફ્લેટમાં પરપ્રાંતિયો ભાડે આપનાર ભાઈલાલભાઈ લખમણભાઇ વરમોરા વિરુદ્ધ, સાપર ગામની સીમમાં ન્યુ બુદ્ધા સ્પા ચલાવનાર અંજુબેન જયદેવભાઈ કર્મકાર વિરુદ્ધ તેમજ લાલપર નજીક લોર્ડ બુદ્ધા નામનું સ્પા ચલાવનાર એકતાબેન વિનોદભાઈ પ્રજાપતિ વિરુદ્ધ જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી કરી હતી.

વાંકાનેર તાલુકા 1

મોરબી તાલુકા પોલીસે 6

- text