મોરબીના ગોરખીજડિયા ગામેથી કોપર વાયરની ચોરી કરનાર પાંચ પકડાયા

- text


તાલુકા પોલીસે પાંચ દિવસ પૂર્વે કારખાનામાં થયેલ ચોરીનો ભેદ ઉકેલ્યો

મોરબી : મોરબી તાલુકાના ગોરખીજડિયા ગામે આવેલ કારખાનામાંથી પાંચેક દિવસ પૂર્વે કોપર વાયરનુ 100 કિલોગ્રામ વજનનું ફિન્ડલું ચોરી થઈ જતા ચોરીની આ ઘટનાને અંજામ આપનાર પાંચ આરોપીઓને મોરબી તાલુકા પોલીસે તત્કાળ પકડી પાડી ચોરીના બનાવનો ભેદ ઉકેલી નાખ્યો હતો.

- text

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના ગોરખીજડિયા ગામની સીમમાં આવેલ યારા ડેકોરેટિવ નામના કારખાનામાં 100 કિલોગ્રામ કોપર વાયર કિંમત રૂપિયા 25 હજારની ચોરી થતા કારખાનેદારે હાર્દિક રજનીકાંત ચીખલિયાએ અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. બાદમાં મોરબી તાલુકા પોલીસે બાતમીને આધારે ચોરીને અંજામ આપનાર એલઇ કોલેજ રોડ ઉપર ઝૂંપડામાં રહેતા મૂળ પોરબંદરના આરોપી જીતેન્દ્રભાઇ જીવાભાઇ પરમાર, મધ્યપ્રદેશના વતની અને હાલમાં ત્રાજપર રહેતા વિક્રમભાઇ કૈલાશ અંબલીયાર, મધ્યપ્રદેશના અને હાલમાં પાડા પુલ નીચે રહેતા અમજદભાઇ ફકીરમહંમદભાઇ પઠાણ, રૂપસિંગ ઉર્ફે દિલીપ પારસિંગ ભુરીયા અને વિરેનભાઇ વિજયભાઇ રાઠોડને ઝડપી લઈ ચોરીના મુદામાલ સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી કરી હતી.

- text