વાંકાનેરની દોશી કોલેજના NCC કેડેટનું આર્મીમા સિલેક્શન

- text


વાંકાનેર : વાંકાનેરની દોશી કોલેજમાં ચાલતા એન.સી.સી.માંથી ઘણા વિદ્યાર્થીઓ પોલીસમાં તેમજ આર્મીમાં ‘માં’ ભોમની રક્ષા માટે જઈ રહ્યા છે. હાલ જ આર્મીની પરીક્ષા ARO જામનગર દ્વારા લેવાયેલી હતી. જેમાં એન.સી.સી. કેડેટ ઝાપડા રોહિત પાંચાભાઇ ગામ-રાતડીયા (વાંકાનેર) જેવો આર્મીનું ગ્રાઉન્ડ, મેડિકલ અને લેખિત પાસ કરીને પેરા કમાન્ડોમાં પસંદગી પામેલ છે.

- text

તેઓએ દોશી કોલેજ અને વાંકાનેરનું ગૌરવ વધાર્યું છે. આ અંગે કેડેટ ઝાપડા રોહિત પાંચાભાઈને ડૉ. યોગેશ એ. ચાવડાએ માર્ગદર્શન અને યોગ્ય તાલીમ પૂરી પાડેલ છે. જે બદલ એન.સી.સી. કેડેટ ઝાપડા રોહિત પાંચાભાઇ અને ડૉ. યોગેશ એ. ચાવડાને આ સફળતા માટે દોશી કૉલેજ વાંકાનેરના ટ્રસ્ટીઓ, સેક્રટરી, આચાર્ય, અને દોશી કૉલેજ પરિવારે અભિનંદન અને શુભેચ્છા વ્યક્ત કરી હતી. તેમ યાદીમાં જણાવાયું છે.

- text