હળવદમાં મહર્ષિ વાલ્મિકીની જન્મજયંતી નિમિત્તે મેડિકલ કેમ્પ યોજાયો

- text


હળવદ : મહર્ષિ વાલ્મિકીની જન્મજયંતી નિમિત્તે સમસ્ત વાલ્મીકિ સમાજ વિશ્વ હિન્દુ પરિષદ અને સામાજિક સમરસતા મંચ હળવદ દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં 250 દર્દી નારાયણે લાભ લીધો હતો.

આ કેમ્પમાં આયુષ હોસ્પિટલ મોરબીની ટીમ દ્વારા ડોક્ટરની સેવા પૂરી પાડવામાં આવી હતી. આ કેમ્પમાં દર્દીઓને એક્સ-રે, સુગરના રિપોર્ટ તેમજ ઇ.સી.જી. રિપોર્ટ કરી નિઃશુલ્ક દવા આપવામાં આવી હતી. કાર્યક્રમના અંતે સર્વ હિન્દુ સમાજે સમૂહ પ્રસાદ લીધો હતો. આ કેમ્પમાં હાડકાના ડોક્ટર, બાળ રોગ નિષ્ણાત ડોક્ટર, સ્ત્રીરોગ નિષ્ણાત ડોક્ટર, એમડી ડોક્ટર સહિતના ડોક્ટરોએ માનદ સેવાઓ પૂરી પાડી હતી. તેમજ જરૂરી તમામ સેવાઓ નિઃશુલ્ક પૂરી પાડતા દર્દી નારાયણે આ કેમ્પનો ખૂબ સારી રીતે લાભ લીધો હતો.

- text

મહર્ષિ વાલ્મીકિજીની જન્મજયંતીની ઉજવણી અનોખી રીતે સેવાયજ્ઞ કરી ઉજવણી કરી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા સમસ્ત વાલ્મિકી સમાજ, વિશ્વ હિન્દુ પરિષદ હળવદ પ્રખંડ, અને સામાજિક સમરસતા મંચ હળવદના કાર્યકર્તાઓએ ભારે જહેમત ઉઠાવી હતી.

- text