મોરબીમાં ખનીજ ચોરી કરતા 6 વાહનો સિઝ કરાયા

- text


ખાણ ખનીજ વિભાગ દ્વારા કાર્યવાહી 

મોરબી : મોરબી જિલ્લામાં ખનીજ ચોરો દ્વારા બેફામપણે ખનીજ ચોરી કરવામાં આવી રહી છે ત્યારે ખાણ ખનીજ વિભાગે ગઈકાલે સરપ્રાઈઝ ચેકીંગ કરી મોરબી અને ટંકારા તાલુકામાંથી છ વાહનોને ખનીજ ચોરી સબબ પકડી પાડી પોલીસ હવાલે કર્યા હતા.

- text

મોરબી ખાણ ખનીજ વિભાગના ભુસ્તરશાસ્ત્રીની કચેરી દ્વારા અલગ અલગ ટીમો ગતરાત્રી દરમિયાન મોરબી જીલ્લામાં આકસ્મીક રોડ ચેકિંગ કરવામાં આવતા ડમ્પર નંબર GJ-36-V-4872ના માલિક કિશનભાઈ પટેલ વિરુદ્ધ સાદીરેતીની ખનીજ ચોરી, ડમ્પર નંબર GJ-10-TY-9720 જયેન્દ્રસિંહ ઝાલાના વાહનને ચાઇનાકલેની ખનીજ ચોરી, GJ-36-V-8317 ગોપાલભાઈ આલના વાહનને લાલમાટી, GJ-10-TY-3912 વિરભદ્રસિંહ જાડેજાના વાહનને સાદીરેતી, GJ-10-TY-8622 પીન્ટુભાઈના વાહનને સાદી રેતી, ડમ્પર નંબર GJ-10-TY-9850 રેવતુભાઈ જાડેજાના વાહનને સાદીરેતીની ખનીજ ચોરી મામલે પકડી પાડી પોલીસ હવાલે કરી દંડનીય કાર્યવાહી હાથ ધરી હતી.

ફાઈલ તસ્વીર

- text