મોરબીના વનાળીયા ગામે હિંગળાજ માતાજીના મંદિરે ભટ્ટ પરિવાર દ્વારા યોજાયો યજ્ઞ

- text


મોરબી : મોરબી નજીકના વનાળીયા ગામે દર વર્ષે ભટ્ટ પરિવાર દ્વારા હિંગળાજ માતાજીના મંદિરે શરદ પૂનમનાં દિવસે યજ્ઞનું આયોજન કરવામાં આવે છે. તેવી જ રીતે આ વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબી શહેર તેમજ આસપાસના ગામોમાં તેમજ અન્ય શહેરોમાં રહેતા ઔદીચ્ય ગુજરાતી સાડા ચારસો ભટ્ટ પરિવારના લોકો સહકુટુંબ હાજર રહ્યા હતા અને દર્શન, પૂજન અને પ્રસાદનો લાભ લીધેલ હતો.

ભટ્ટ પરીવારના કુળદેવી હિંગળાજ માતાજીના વનાળીયા (શારદાનગર) મુકામે આવેલા મંદિરે શરદ પુનમના દિવસે શાંતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. મૂળ વનાળિયા ગામના રહેવાસી સ્વ. છોટાલાલ મગનલાલ ભટ્ટના દીકરા અનિલભાઈ છોટાલાલ ભટ્ટ અને દિનેશભાઇ છોટાલાલ ભટ્ટના પુત્ર જીજ્ઞેશભાઈ ભટ્ટ (પત્રકાર) અને તેના પત્ની આરતીબેન, હિમાંશુભાઈ ભટ્ટ (પત્રકાર) અને તેના પત્ની હિરલબેન તેમજ સુનિલભાઈ ભટ્ટ (મિટર રીડર) અને તેના પત્ની રીતુબેન દ્વારા યજમાન બનવાનો લાભ લેવાં આવ્યો હતો.

- text

આ યજ્ઞની શાસ્ત્રોક્ત વેદમંત્રની વિધી આચાર્ય શાસ્ત્રી તેજસભાઇ રમેશભાઈ ભટ્ટ તેમજ શાસ્ત્રી લાભશંકર ઠાકર, શાસ્ત્રી હર્ષદીપ ભટ્ટ, શાસ્ત્રી કલ્પિત જાની અને શાસ્ત્રી દર્શનભાઈ જાની દ્વારા કરાવવામાં આવી હતી. ત્યારે યજ્ઞના દર્શન, પૂજન અને પ્રસાદનો લાભ લેવા માટે મોરબી શહેર અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તાર તેમજ અન્ય જિલ્લામાંથી ઔદીચ્ય ગુજરાતી સાડા ચારસો ભટ્ટ પરિવારના લોકોને આવ્યા હતા આ ધાર્મિક પ્રસંગને સફળ બનાવવા માટે પ્રમુખ બળવંતભાઈ ભટ્ટ, જે.પી. ભટ્ટ, દીપકભાઈ ભટ્ટ તેમજ દર્શનભાઇ ભટ્ટ સહિતના ભટ્ટ પરિવારના વડીલો અને યુવાનો જહેમત ઉઠાવી હતી.

- text