મોરબી જિલ્લા તથા શહેર મહિલા સંગઠન સમિતિ દ્વારા ઉમારાસ યોજાયો

- text


મોરબી : શ્રી ઉમિયા માતાજી મંદિર સંચાલિત મોરબી જિલ્લા તથા શહેર મહિલા સંગઠન સમિતિ દ્વારા શરદ પૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ એટલે કે ગતરોજ તારીખ 16-10-2024 ને બુધવારના ઉમારાસનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ ઉમારાસ કન્યા છાત્રાલય મોરબી ખાતે રાત્રે 8 થી 11 કલાક દરમ્યાન યોજાયો હતો. જેમાં માતાજીની આસ્થાના પ્રતીક કળશ સાથે ટ્રેડિશનલ ડ્રેસમાં મોરબીની તમામ પાટીદાર બહેનો ગરબે ઘૂમી હતી. મોરબી શહેર મહિલા સંગઠન સમિતિ, મોરબી જિલ્લા મહિલા સંગઠન સમિતિ તથા શ્રી કન્યા છાત્રાલય મોરબી દ્વારા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. તેમજ ગરબા પૂર્ણ થયે સૌએ સાથે મળીને અલ્પાહાર લીધો હતો.

- text

- text