મોરબીના મહેન્દ્રપરા શેરી નં-12માં ગટરના પાણી ઉભરાવાની સમસ્યાથી રહીશો કંટાળ્યા

- text


પાલિકા રજૂઆતો ન સાંભળતા રસ્તા રોકો આંદોલનની ચીમકી ઉચ્ચારાઈ

મોરબી : મોરબી શહેરમાં ઠેર ઠેર ભુગર્ભ ગટરના પાણી ઉભરાવાની સમસ્યા યથાવત છે. ત્યારે મોરબીના મહેન્દ્રપરા શેરી નંબર-12માં છેલ્લા ઘણા સમયથી ભુગર્ભ ગટરના ગંદા પાણી ઉભરાવાની સમસ્યા યથાવત છે. જેના કારણે મચ્છરનો ઉપદ્રવ વધ્યો છે અને રોગચાળો ફાટી નીકળ્યો છે. રહીશો આ સમસ્યાથી કંટાળી ગયા હોય આ અંગે આજ રોજ નગરપાલિકા કચેરીએ પહોંચીને ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી અને ગંદા પાણીનો યોગ્ય નિકાલ કરવા રજૂઆત કરી હતી.

- text

મોરબી અપડેટ સાથેની વાતચીતમાં સ્થાનિક રહેવાસી મુસ્તાક હુસેનભાઈ પીલુરીયાએ જણાવ્યું હતું કે, છેલ્લા 3 મહિનાથી મહેન્દ્રપરા શેરી નંબર-12માં ભુગર્ભ ગટર ઉભરાવાની સમસ્યા યથાવત છે. આ અંગે 10 થી 12 વખત મોરબી નગરપાલિકામાં રજૂઆત કરવામાં આવી છે. પરંતુ દર વખતે પાલિકા દ્વારા ઠાલા આશ્વાસનો આપવામાં આવે છે પરંતુ કોઈ કામગીરી કરવામાં આવતી નથી. આજે અમે 15 જેટલા લોકો નગરપાલિકા કચેરીએ રજૂઆત કરવા આવ્યા હતા. પાલિકા દ્વારા બપોરે 2 વાગ્યા સુધીમાં પ્રશ્ન હલ કરવાની ખાતરી આપી હતી પરંતુ હજુ સુધી કોઈ નિરાકરણ કરવામાં આવ્યું નથી. તેથી હવે અમે પોલીસને અરજી આપીને રસ્તા રોકો આંદોલન કરીશું.

- text