મોરબીમાં અજરામર સ્થાનકવાસી જૈન ઉપાશ્રય સમિતિ દ્વારા રાસ-ગરબાનું આયોજન કરાયું

- text


રાસ-ગરબાની સાથે વિવિધ સ્પર્ધાઓ યોજાઈ

મોરબી : અજરામર સંપ્રદાયના પૂ બા.બ્ર કોમલકુમારીજી મહાસતીજી તથા પૂ બા.બ્ર એકતાકુમારીજી મહાસતીજી ઠા.બેની નિશ્રામાં ગત તારીખ 13 ઓક્ટોબર ને રવિવારના રોજ મોરબીના જૈન વિવિધ સાત મહિલા મંડળો દ્વારા પ્રથમ વખત રાસનું ઉમંગ ઉત્સાહપૂર્વક સંઘ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે બા. બ્ર. પૂ. આરાધનાકુમારીજી મહાસતીજીના પ્રતિનિધિ તરીકે બા.બ્ર પૂ કક્ષાકુમારીજી મહાસતીજી ઉપસ્થિત રહ્યા હતા. આ રાસમાં પ્રથમ, દ્વિતિય અને તૃતીય નંબર મેળવનાર તથા ભાગ લેનાર દરેક મંડળને પુરસ્કાર ગુરુભક્ત સ્વ. કમળાબેન વસુકાંતભાઈ સંઘવી તરફથી અર્પણ કરવામાં આવ્યો હતો. ગરબા સ્પર્ધામાં પ્રથમ નંબર મયણાસુંદરી પુત્રવધુ મંડળ પ્લોટ પૌષધશાળા- મોરબી, દ્વિતિય નંબર શ્રી રીલીફનગર મહિલા મંડળ ગ્રુપ નંબર-1 તથા તૃતીય નંબર શ્રી માનવંતિ મહિલા મંડળ ગોંડલ ગ્રુપ- મોરબીએ મેળવ્યો હતો. અન્ય સ્પર્ધાના વિજેતાની વાત કરીએ તો, પ્રશ્ન મંચ ક્વિઝના વિજેતા રીલીફનગર ગ્રુપ નંબર બે, ગરબા ક્વિન તરીકે ઈશા રાકેશભાઈ ગાંધી, વેલ ડ્રેસ વિજેતા તરીકે ભૂમિબેન પ્રતિકભાઈ દોશી, બેસ્ટ એક્શન વિજેતા કાજલબેન દોશી, આરતી થાળી ડેકોરેશન વિજેતા ગોંડલ મહિલા મંડળ- મોરબી રહ્યા હતા.

આ કાર્યક્રમમાં નિર્ણાયક તરીકે અમિતાબેન મલયભાઈ દફ્તરી ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા પ્રમુખ દીપકભાઈ સી. મહેતા તથા મંત્રી રાજેશભાઈ એચ. દફ્તરી તથા સરોજબેન પરમારે જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમના અંતે દરેકને આઈસ્ક્રીમ ખવડાવવામાં આવ્યો હતો.

- text

- text