મોરબી અપડેટ દ્વારા 27મીએ “રંગોળી સ્પર્ધા”નું આયોજન, મોરબી જિલ્લાની કોઈ પણ મહિલા વિનામૂલ્યે ભાગ લઈ શકશે

- text


શનાળા શિશુ મંદિર વિદ્યાલય ખાતે સ્પર્ધા યોજાશે : સ્પર્ધામાં ભાગ લેવા માટે રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત

મોરબી : મોરબી અપડેટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળીના તહેવાર પર ભારતીય સંસ્કૃતિની પ્રતીક ગણાતી રંગોળીની સ્પર્ધાનું આગામી તા. 27 ઓક્ટોમ્બર ને રવિવારે આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં મોરબી જિલ્લાની કોઈ પણ મહિલા વિનામૂલ્યે ભાગ લઈ શકશે. સ્પર્ધામાં ભાગ લેવા માટે તારીખ 23 સુધીમાં રજિસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે.

મોરબી અપડેટ આયોજિત આ રંગોળી સ્પર્ધા આગામી તારીખ 27/10/24 ને રવિવારે બપોરે 2 વાગ્યે શનાળા શિશુ મંદિર વિદ્યાલય ખાતે યોજાશે. સ્પર્ધામાં મોરબી જિલ્લાની કોઈ પણ મહિલાઓ વિનામૂલ્યે ભાગ લઈ શકશે. સ્પર્ધામાં ભાગ લેવા માટે રજિસ્ટ્રેશન ફરજિયાત છે. સ્પર્ધામાં ભાગ લેનાર દરેક સ્પર્ધકને પ્રમાણપત્ર આપવામાં આવશે. તેમજ 1થી 3 વિજેતા સ્પર્ધકોને આકર્ષક ઇનામો આપીને સન્માનીત કરાશે.


રંગોળી સ્પર્ધાના નિયમો

મોરબી અપડેટ આયોજિત રંગોળી સ્પર્ધામાં ભાગ લેનારે સ્પર્ધાના સ્થળે ત્રણ કલાકની સમય મર્યાદામાં પોતે એકલાએ રંગોળી બનાવવાની રહેશે. અન્ય વ્યક્તિની મદદ નહીં લઈ શકાય. રંગોળી માટેના કલરો, જરૂરી સાધનો તેમજ અન્ય જરૂરી વસ્તુઓ સ્પર્ધકે પોતાના ખર્ચે લાવવાના રહેશે. રંગોળીની સાઈઝ 4×4 ફૂટની ફિક્સ રાખવાની રહેશે.

- text

રંગોળી સ્પર્ધા માટે તારીખ 27 ઓક્ટોમ્બર, રવિવારેના રોજ રજિસ્ટ્રેશન કરાવનાર સ્પર્ધકે, શિશુ મંદિર વિદ્યાલય, શક્ત શનાળા, મોરબી-રાજકોટ હાઇવે, મોરબી ખાતે બપોરે 1.45 વાગ્યા સુધીમાં સ્થળ પર પહોચી જવાનું રહેશે અને બપોરે 2 થી 5 વાગ્યા સુધીમાં 3 કલાકના સમયગાળામાં રંગોળી બનાવવાની રહેશે. સ્પર્ધાના જજ રંગોળીનું નિરીક્ષણ કરી પરિણામ નક્કી કરશે. ત્યાર બાદ વિજેતાનો સન્માન સમારોહ અને પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ યોજાશે. અને સ્પર્ધા પૂર્ણ થયા બાદ તમામ લોકો માટે રંગોળીનું પ્રદર્શન ખુલ્લું મુકાશે જેમાં કોઈ પણ લોકો સ્પર્ધામાં રજૂ થયેલી રંગોળી જોઈ શકશે.


સ્પર્ધામાં ભાગ લેવા માટે રજિસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે. રજિસ્ટ્રેશન માટે નીચેના નંબર પર વોટ્સએપમાં પૂરું નામ, નંબર અને સ્પર્ધાનું નામ લખીને મેસેજ કરવાનો રેહશે.


રજિસ્ટ્રેશન માટે સંપર્ક :
નિરાલી વિડજા : 8141680092
ધરતીબેન બરાસરા : 9825941704
અમીષા રાચ્છ : 8780041764


- text