પ્રજાપતિ વિદ્યોતેજક મંડળ આયોજિત શરદોત્સવમાં મોટી સંખ્યામાં જ્ઞાતિજનો ગરબે ઘૂમ્યા

- text


વિજેતા ખેલૈયાઓને સોના-ચાંદીના ઇનામો અપાયા : દાતાઓનું વિશેષ સન્માન કરાયું : ડીડીઓ, મામલતદાર તેમજ સમાજના અગ્રણીઓની પ્રેરણાદાયી ઉપસ્થિતિ

મોરબી : વરિયા પ્રજાપતિ સમાજની શૈક્ષણિક સંસ્થા વરિયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળનાં લાભાર્થે તેમજ સમસ્ત વરિયા પ્રજાપતિ પરિવાર સાથે રાસ ગરબાનો આનંદ માણી શકે તે માટે શરદ પૂનમની રાત્રિના “શરદોત્સવ 2024″નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં જ્ઞાતિજનો જોડાઈને ગરબે ઘૂમ્યા હતા.

જેમાં ખેલૈયા માટે બેસ્ટ પ્રિન્સ, પ્રિન્સેસ, વેલ ડ્રેસની સ્પર્ધા પણ યોજાઈ હતી. વિજેતા ખેલૈયાઓને સોના-ચાંદીના ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ વેળાએ દાતાઓનું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ડીડીઓ જે.એસ. પ્રજાપતિ, મામલતદાર નિખિલ મહેતા તેમજ સમાજ અગ્રણી ગોકળભાઈ ભોરણીયા, પ્રવિણભાઇ, ઈશ્વરભાઈ નારણીયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા વરિયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળનાં પ્રમુખ ભાવેશભાઇ વામજા સહિતનાએ જહેમત ઉઠાવી હતી.

- text

- text