મોરબીમાં રૂ.1.54 લાખના ઘરેણાં અને રોકડ ભરેલું પર્સ મૂળ માલિકને પરત અપાવતી પોલીસ

- text


મોરબી : મોરબીમાં રૂ.1.54 લાખના ઘરેણાં અને રોકડ ભરેલું પર્સ એક મહિલા રિક્ષામાં ભૂલી ગયા બાદ બી ડિવિઝન પોલીસે નેત્રમ શાખાની મદદથી રીક્ષાચાલકને શોધી મહિલાને પોતાનું પર્સ પરત અપાવ્યું છે.

- text

કૈલાશબેન આદ્રોજા રહે. રામકો બંગલો રવાપર રોડવાળા ગાંધીચોકથી મહેંદ્રનગર ચોકડી સી.એન.જી. રિક્ષામા આવ્યા હતા. તેઓ પોતાનુ પર્સ ભુલી ગયેલ હોય જેમાં સોનાના ઘરેણા અંદાજીત કિ.રૂ. ૧,૫૦,૦૦૦/- તથા રોકડ રૂપીયા ૪૦૦૦/- હતા. જે બાબતે બી ડિવિઝન પો.સ્ટે. આવીને જાણ કરતા ડી.એમ. રાંકજાએ નેત્રમ શાખાની મદદથી સી.એન.જી. રિક્ષાને શોધી કાઢતા સી.એન.જી. રિક્ષા ચાલક મહેન્દ્રભાઇ હેમરાજભાઇ શ્રીમાળી રહે-રોહીદાસપરા મોરબીવાળા પોતે બે દીવસથી પોતાની રિક્ષામા પર્સ લઇને અરજદારને શોધતા હોવાનું જણાઇ આવેલ અને રીક્ષા ચાલકે પોતાની ઇમાનદારી દાખવી જેથી રિક્ષા ચાલકને હાથે જ અરજદરાને પોતાનુ પર્સ પરત અપાવી સુરક્ષા સાથે સેવાનુ ઉત્તરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાની મિત્ર છે એ સુત્ર મોરબી બી ડીવી. પોલીસે સાર્થક કરેલ છે. તેમ એન.એ.વસાવા – પો.ઇન્સ. મોરબી સીટી બી ડીવી. પો.સ્ટે.ની યાદીમાં જણાવાયું છે.

- text