માળિયા(મિ.)ની સરકારી હોસ્પિટલમાં સુવિધાઓનો અભાવ : આમ આદમી પાર્ટીની સીએમને રજુઆત

- text


આપના પ્રભારી અને પ્રમુખે હોસ્પિટલની રૂબરૂ મુલાકાત લઈને સ્થાનિક અધિકારીઓનું ધ્યાન પણ દોર્યું

મોરબી : માળિયા મિયાણાની સરકારી હોસ્પિટલમાં અનેક સુવિધાઓનો અભાવ હોય આમ આદમી પાર્ટીના હોદ્દેદારોએ ત્યાંની રૂબરૂ મુલાકાત લઈ આ મામલે મુખ્યમંત્રી અને આરોગ્યમંત્રીને રજુઆત કરી છે.

મોરબી જીલ્લા પ્રભારી પંકજ રાણસરીયા તેમજ જીલ્લા પ્રમુખ મહાદેવભાઈ પટેલે માળીયા નગરપાલીકાની સમીક્ષા માટે માળીયા શહેરના હોદેદારો સાથે મિટિંગ કરી હતી. આ મિટિંગના અંતે ત્યાના લોકોની સુખાકારી માટેના પ્રશ્નો સાંભળ્યા હતા. ત્યારે ત્યાંના લોકો દ્વારા અમુક રસ્તા તેમજ હોસ્પિટલને લગતા પ્રશ્નો વિશે ચર્ચા કરતા ત્યાંથી હોસ્પિટલની મુલાકાત લીધી હતી.

- text

મુલાકાત લેતા જાણવા મળેલ કે ત્યાં એમ્બ્યુલન્સની એકજ વ્યવસ્થા છે માટે આટલા મોટા વિસ્તારમા બીજી એમ્બ્યુલન્સ ફાળવવામા આવે તો લોકોને લાભ મળી શકે. ત્યાર બાદ ત્યાં એક્સ રે મસીન પણ બંધ હાલતમા છે દવાનો પણ પૂરતો સ્ટોક નથી. પીએમ રૂમ મા લાઈટ કનેક્શન જ નથી. પીએમ સમયે ડોક્ટર સાથે કોઈ હેલ્પર નથી. જ્યારે પીએમ કરવાનું હોય ત્યારે મોરબીથી હેલ્પર બોલાવવા માટે ગાડી મોકલી તેડવા અને મૂકવા માટે ખોટો ખર્ચ કરવો પડે છે. હોસ્પીટલની અંદર બાવળ ઉગી ગયા છે. આવી ઘણી બધી સમસ્યા જોઈને ત્યાંથીજ પંકજ રાણસરિયાએ જેતે અધિકારી તેમજ કોન્ટ્રાકટર સાથે વાત ચીત કરી અને ત્યાંથી જ સીએમ તેમજ આરોગ્ય મંત્રીને પણ લેખીતમા આ ગંભીર સમસ્યા અંગે રજુઆત કરવામાં આવી છે. તેમ યાદીમાં જણાવાયુ છે.

- text