ઈન્ડિયન લાયન્સ ક્લબ- મોરબી દ્વારા નહીં નફો-નહીં નુકસાનના ધોરણે મીઠાઈ-ફરસાણનું વિતરણ કરાશે

- text


દિવાળીના તહેવાર નિમિત્તે રાહત દરે વિવિધ મીઠાઈ અને ફરસાણનું વિતરણ થશે

મોરબી : દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે. દિવાળીના તહેવારમાં લોકો મીઠાઈ અને ફરસાણ ખાવાનું પસંદ કરતા હોય છે ત્યારે ઈન્ડિયન લાયન્સ ક્લબ- મોરબી દ્વારા મોરબીની જનતા માટે નહીં નફો-નહીં નુકસાનના ધોરણે મીઠાઈ અને ફરસાણનું વિતરણ કરવામાં આવશે.

જેમાં ચોકલેટ બરફી, પીસ્તા બરફી, પનીર લાડુ, થાબડી, ટોપરાપાક જેવી મીઠાઈ 130 રૂપિયામાં 500 ગ્રામ મળશે. આ ઉપરાંત ખટમીઠું ચવાણું, મિક્સ ચવાણું, પંચરત્ન ચવાણું, ચકરી અને બેબી ભાખરવડી 60 રૂપિયાનું 500 ગ્રામ અને નડીયાદી ભુસુ, બોમ્બે ભેળ, રોલ પુરી 70 રૂપિયાનું 500 ગ્રામ મળશે. જેના માટે અગાઉથી બુકિંગ કરાવવું પડશે. બુકિંગ તારીખ 18 ઓક્ટોબર થી 23 ઓક્ટોબર સુધીમાં કરાવી લેવું પડશે. બુકિંગ માટે (1) ગૌતમ ક્લોથ સ્ટોર્સ, જેલ રોડ, શશીભાઈ મહેતા- મો.નં. 9824616089 (2) વિકાસ ઓટો મોબાઈલ, પટેલ ચેમ્બર્સ, ત્રાજપર ચાર રસ્તા, મો.નં. 9825644991 (3) કલાપૂર્ણમ સ્ટોર્સ, બજાર લાઈન, નિસર્ગભાઈ, મો.નં. 9909215520 (4) ભાવેશ ટ્રેડર્સ, મહેન્દ્રનગર મેઈન રોડ, કિરીટભાઈ સંઘવી, મો.નં. 9429097765 (5) કિશોરભાઈ પલાણ, વસંત પ્લોટ-3, ચકીયા હનુમાન, મો.નં. 9879963762 (6) શ્રદ્ધા અગરબત્તી, એ.કે.કુ. પાસે, ડાયમંડ બ્યૂટી પાર્લરની બાજુમાં, મો.નં. 9624457199 (7) અલ્પાબેન કક્કડ, લખધીરવાસ લક્ષ્મીનારાયણ શેરી, મા શક્તિ પેલેસ, 3 ફ્લોર, મો.નં. 9023104446 (8) ભારતીબેન રાચ્છ, વાવડી રોડ, કૃષ્ણનગર-2, ગાયત્રીનગર-4, મો.નં. 9099347773 નો સંપર્ક કરવા જણાવાયું છે. મીઠાઈ અને ફરસાણનું વિતરણ તારીખ 27 ઓક્ટોબરના રોજ સાંજે 4 થી 8 વાગ્યા સુધી મોરબીના કબીર ટેકરી મેઈન રોડ પર જુની એચડીએફસી બેંકની બાજુમાં આવેલા સિટી સેન્ટર ખાતે કરવામાં આવશે. આ પ્રોજેક્ટમાં રાઘવજીભાઈ મનજીભાઈ અઘારા અને આશકભાઈ રમજાનભાઈ નવોડીયાનો આર્થિક સહયોગ મળી રહ્યો છે.

- text

- text