મોરબીના યુવાનનો ગૌપ્રેમ- રખડતી ગાયોને લીલો ચારો નાખવાનો અનોખો સેવાયજ્ઞ

- text


મોરબી : મોરબીમાં ઘણી ગાયો રસ્તા પર રખડતી હોય છે અને રસ્તા પર અને કચરામાં પડેલું પ્લાસ્ટિક ખાઈ જતી હોય છે. જેનાથી ગાયોને ઘણી બીમારીઓ થાય છે અને મોત પણ થાય છે. ત્યારે મોરબી શહેરમાં આવી રખડતી ગાયોને પ્લાસ્ટિક ન ખાવું પડે તે માટે મોરબીના યુવાન મેહુલ બાલાસરાએ લીલો ચારો નાખવાનો સેવા યજ્ઞ શરૂ કર્યો છે.

મોરબીના યુવાન મેહુલ બાલાસરાએ મોરબી શહેરના મુખ્ય વિસ્તારોમાં રખડતી ગાયોને શોધીને તેમને લીલો ચારો નાખ્યો હતો. વિવિધ વિસ્તારમાં 25 મણ જેટલું લીલું નાખવામાં આવ્યું હતું. મેહુલ બાલાસરાએ જણાવ્યું હતું કે, આ સેવાયજ્ઞ અઠવાડિયામાં એક વખત કરવામાં આવે છે. જ્યાં સુધી આર્થિક રીતે સદ્ધર રહીશ ત્યાં સુધી રખડતી ગાયોને લીલું નાખીને ગાયમાતાની સેવા કરીશ.

- text

- text