મોરબીમાં સ્કૂટરમાં લાગી આગ

- text


મોરબી : મોરબીના રવાપર રોડ ઉપર બોની પાર્કની સામે આજે રાત્રીના સમયે કોઈ કારણોસર એક્સેસ સ્કુટરમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો હતો. જો કે આગ ટાંકી સુધી પહોંચી ગઈ હોય, સ્થાનિકોએ પાણીનો મારો ચલાવી આગ બુઝાવવાનો પ્રયત્ન પણ કર્યો હતો. પણ ટાંકીમાં પેટ્રોલને કારણે આગની મોટી જ્વાળાઓ ઉઠી હતી.

- text