મોરબીમાં વાત્સલ્ય એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ફ્રી સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો

- text


રવિવારે યોજાયેલા નિદાન કેમ્પમાં 250થી વધુ દર્દીઓએ લાભ લીધો

મોરબી : મોરબીમાં છેલ્લા 13 વર્ષથી સામાજિક, શૈક્ષણિક અને આરોગ્ય ક્ષેત્રે સેવાકીય પ્રવૃત્તિ કરતા વાત્સલ્ય એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ- મોરબીનો 14માં વર્ષમાં મંગલ પ્રવેશ થતા મોરબી ખાતે સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર દ્વારા ફ્રી સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો હતો

મોરબી શનાળા રોડ પર સરદાર બાગ સામે આવેલી ઓમ શાંતિ વિદ્યાલય ખાતે વાત્સલ્ય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરનો ફ્રી સર્વ રોગ નિદાન કેમ્પ ગત તારીખ 13 ઓક્ટોબર ને રવિવારના રોજ યોજાયો હતો. આ કેમ્પમાં 250થી વધુ દર્દીઓએ લાભ લીધો હતો. આ કેમ્પનો શુભારંભ મોરબી માળિયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘી, જમનાદાસજી (હરિ હર અન્ન ક્ષેત્ર- મોરબી), ટી. ડી. પટેલ (પ્રમુખ, જય સરદાર ચેરિટેબલ ટ્રસ્ટ), સરોજબેન ડાંગરોચા (આરોગ્ય ચેરમેન, જિલ્લા પંચાયત મોરબી), વાંકાનેર-ટંકારા નગરપાલિકા ચીફ ઓફિસર ગિરીશભાઈ સરૈયા, કન્યા છાત્રાલયના પ્રમુખ બેચરભાઈ હોથી, ઉમિયા ધામના સંચાલક એ.કે.પટેલ સહિત ડોક્ટરો અને સામાજિક અગ્રણીઓ ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરીને કરાયો હતો.

આ સર્વરોગ નિદાન કેમ્પમાં રાજકોટના નામાંકિત ડો. પ્રકાશ મોઢા (ન્યૂરો સ્પાઈન સર્જન), ડો. ત્રિશાંત ચોટાઈ (ન્યૂરો સ્પાઈન સર્જન), ડો. કૌશિક પટેલ (ટ્રોમા સર્જન), ડો. દિગ્વિજયસિંહ જાડેજા (બીપી ડાયાબિટીસ નિષ્ણાત), ડો. કલ્પેશ બજાણીયા (ઓર્થોપેડિક એન્ડ સ્પાઇન સર્જન), ડો. કમલ ભટ્ટ (જનરલ સર્જન), ડો. વિપુલ પરમાર (નેફ્રોલોજીસ્ટ), ડો. યશ ટીલાલા (યુરોલોજીસ્ટ), ડો. મેહુલ ચૌહાણ (સ્પાઇન સર્જન), ડો. ઓમદેવસિંહ ગોહિલ (ચામડી રોગ નિષ્ણાત), ડો. નિરવ વાછાણી (દાંત અને જડબાના સર્જન), ડો. હાર્દિક વેકરીયા (ક્રિટિકલ કેર નિષ્ણાત), ડો. નીતાબેન ઠક્કર (વ્યંધત્વ નિષ્ણાત), ડો. ઘનશ્યામ ગોરવાડિયા (સ્ત્રી રોગ નિષ્ણાત), ડો. કરણ સરડવા (બાળ રોગ નિષ્ણાત) અને ડો. પુલકિત બરસરા (કાન-નાક-ગાળાના સર્જન) એ સેવા આપી હતી. તમામ દર્દીઓને વિનામૂલ્યે તપાસ કરી ફ્રીમાં દવાઓ પણ આપવામાં આવી હતી. ઉપરોક્ત તમામ ડોક્ટરને ટ્રસ્ટના પ્રમુખ ડો. પરેશ પારીઆએ મોમેન્ટો આપીને આભાર વ્યક્ત કર્યો હતો.

- text

- text