તા.23ની હાપા-નાહરલગુન સ્પેશિયલ ટ્રેન ન્યુ બંગાઈ ગાંવ સ્ટેશન સુધી જ જશે

- text


મોરબી : નોર્થ ઈસ્ટ ફ્રન્ટિયર રેલ્વેના રંગીયા રેલ્વે ડિવિઝનમાં નલબાડી-બાઈહાટા સેક્શનમાં ડબલ લાઇનની કામગીરી ના લીધે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી બે ટ્રેનોને અસર થશે. આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:-

આંશિક રીતે રદ કરાયેલી ટ્રેનો:

1) ટ્રેન નંબર 09525 હાપા-નાહરલગુન સ્પેશિયલ 23 ઓક્ટોબર, 2024 ના રોજ હાપાથી ઉપડશે અને ન્યૂ બંગાઈ ગાંવ સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે. આ રીતે, આ ટ્રેન ન્યુ બંગાઈ ગાંવ-નાહરલગુન વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

- text

2) ટ્રેન નંબર 09526 નાહરલગુન-હાપા સ્પેશિયલ 26 ઓક્ટોબર, 2024 ના રોજ નાહરલગુનના બદલે ન્યુ બંગાઈ ગાંવ સ્ટેશનથી ઉપડશે. આ રીતે આ ટ્રેન નાહરલગુન-ન્યુ બંગાઈ ગાંવ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

- text