ટંકારા : સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત લખધીરગઢ પ્રાથમિક શાળાનો નવતર પ્રયોગ

- text


શાળાની આસપાસ, બગીચા અને ગામમાંથી નકામી બોટલ તેમજ પ્લાસ્ટિક એકઠું કરવામાં આવ્યું

ટંકારા : હાલમાં ભારત સરકાર દ્વારા સ્વચ્છતા હી સેવા અને વિકાસ સપ્તાહની ઉજવણી થઈ રહી છે. ત્યારે ટંકારા તાલુકાની શ્રી લખધીરગઢ પ્રાથમિક શાળામાં એક નવીન પ્રયોગ કરવામાં આવ્યો.

જેમાં ધોરણ 1 થી 8ના તમામ બાળકોએ સાથે મળી પ્લાસ્ટિક મુક્ત શાળા અને સમાજ બનાવવા માટે શાળાની આસપાસ, બગીચામાં તેમજ ગામમાં ફરીને પ્લાસ્ટિકની ફેંકી દીધેલી નકામી બોટલ તેમજ પ્લાસ્ટિક એકઠું કરવામાં આવ્યું. પૃથ્વીનો સૌથી મોટો દુશ્મન પ્લાસ્ટિક છે. હજારો વર્ષ સુધી પ્લાસ્ટિક જમીનમાં ઓગળતું નથી તે જમીનની ફળદ્રુપતા ઘટાડે છે. પર્યાવરણ માટે ખૂબ જ હાનિકારક છે. આવું પ્લાસ્ટિક જ્યાં ત્યાં ફેંકવામાં ન આવે તે માટે વિદ્યાર્થીઓ સાથે મળી વાલીઓને સમજાવવામાં આવ્યું હતું.

આ દરમ્યાન એકઠું કરેલું પ્લાસ્ટિક રિસાયક્લિંગમાં મોકલવામા આવશે તેમજ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ બનાવવામાં ઉપયોગ કરી સુશોભનની વસ્તુ બનાવી વિદ્યાર્થીઓમાં સર્જનાત્મક શક્તિ ખીલે તે માટે પ્રયાસ કરવામાં આવશે. લોકો દ્વારા ફેંકી દીધેલા હોય તેમજ શાળામાંથી અને બગીચામાંથી અંદાજિત 400 જેટલી બોટલ ભરવામાં આવી. સૌથી વધુ બોટલ ભરનાર બાળકને શાબાશી આપવામાં આવી. આ બોટલમાંથી વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ તૈયાર થશે અને વેસ્ટ કચરાનો ઉપયોગ થતાં પર્યાવરણ પણ પ્રદુષિત થતું અટકશે એમ શાળાના મદદનીશ શિક્ષિકા જીવતીબેન પીપલિયાએ જણાવ્યું.

- text

- text