મોરબીમાં સાધુના વેશમાં ગઠિયો વેપારીની સોનાની વિટી સેરવી ગયો

- text


દુકાન ખોલતા વેંત જ સાંઈબાબાનો ફોટો બતાવી પગે લાગવાનું કહ્યું, બાદમાં હાથ મિલાવવાના બહાને એકથી દોઢ તોલાની વિટી કાઢી લીધી : એ ડિવિઝનમાં વેપારીએ કરી અરજી

મોરબી : મોરબીમાં સાધુના વેશમાં ગઠિયો વેપારીની સોનાની વિટી સેરવી ગયો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે વેપારીએ એ ડિવિઝન પોલીસને અરજી કરી હોય, પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબીના શનાળા રોડ ઉપર માધવ માર્કેટમાં ત્રીજા માળે ઉમા ફોટોની દુકાન ધરાવતા પંકજભાઈ કાંતિલાલ ફૂલતરિયા નામમાં વેપારીએ જણાવ્યું કે સવારે તેઓએ દુકાન ખોલી ત્યારબાદ પોણા અગિયાર વાગ્યાના અરસામાં એક સાધુ દુકાને આવ્યા હતા. તેઓએ સાંઈબાબાનો ફોટો રાખ્યો હોય પગે લાગવા કહ્યું હતું. બાદમાં સાધુએ ઝોલીમાંથી પૈસા કાઢી આ પૈસા રાખવાથી બરક્ત થશે તેવું જણાવી પૈસા આપવાનો પ્રયાસ કર્યો હતો. પણ વેપારીએ મનાઈ ફરમાવતા અંતે સાધુએ તેઓ સાથે હાથ મિલાવ્યા હતા. બાદમાં વેપારીને માલુમ પડ્યું કે સાધુ તેઓએ પહેરેલી એકથી દોઢ તોલાની સોનાની વિટી લઈને ચાલ્યા ગયા છે. આ સાધુ જતા હોય તે સીસીટીવી કેમેરામાં પણ કેદ થયું છે. તેઓ સામે ગુનો નોંધવા વેપારીએ એ ડિવિઝન પોલીસ મથકમાં અરજી પણ કરી છે.

- text

- text