હળવદમાં 1000 રૂપિયા મામલે બબાલ, ત્રણને ગાડી નીચે કચડી નંખાયા

- text


કારખાનના સુપરવાઈઝરને શેઠે આપેલા 1000 માંગવા ફોન કરતા જ ઝઘડો થયો

હળવદ : હળવદ શહેરમાં રૂપિયા 1000ની રકમ મામલે કારખાનામાં કામ કરતા ઓપરેટરે સુપરવાઈઝરની માતા સાથે ઉંચા અવાજે વાત કરતા વાત વણસી હતી અને સુપરવાઇઝરના આખા પરિવારે કાર લઈને કારખાને આવી ઓપરેટરને બેફામ માર મારી ત્રણ વ્યક્તિઓ ઉપર આઈ ટવેન્ટી કાર ચડાવી દેતા ત્રણ વ્યક્તિઓને ઇજાઓ પહોંચતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ શહેરમાં આવેલ આસ્થા ટેકનો પ્લાસ્ટ કારખાનામાં કામ કરતા મૂળ ઉત્તરપ્રદેશના રહેવાસી ઓપરેટર મનોજ રામાશંકર યાદવે હળવદ પોલીસ મથકમાં આરોપી (1) અજયભાઇ સુરેશભાઇ કુડેચા (2) હાર્દિકભાઇ સુરેશભાઇ કુડેચા (3) સુરેશભાઇ કુડેચા (4) શીતલબેન સુરેશભાઇ કુડેચા (5) સંજયભાઇ ચંદુભાઇ કુડેચા અને (6) વિજયભાઇ ચંદુભાઇ કુડેચા રહે બધા હળવદ વાળાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, પોતાને પૈસાની જરૂરત પડતા શેઠ પાસે પૈસા માંગતા શેઠે આરોપી એવા સુપરવાઈઝર અજય સુરેશ કુંડચાને 1000 રૂપિયા ટ્રાન્સફર કર્યા હોવાનું કહી અજય પાસેથી પૈસા લઈ લેવા જણાવ્યું હતું.

- text

બાદમાં ફરિયાદી મનોજભાઈએ અજયને ફોન કરતા અજયે ફોન ન ઉપડતા ફરી બે ત્રણ વખત ફોન કરતા અજયની માતા શીતલબેને ફોન ઉપડતા મનોજભાઈએ પૈસા બાબતે ઉંચા અવાજે વાત કરતા આ બાબતનો ખાર રાખી તમામ આરોપીઓ આઈ ટવેન્ટી કાર લઈ કારખાને ધસી આવ્યા હતા અને મનોજભાઈને પ્લાસ્ટિકના પાઇપ વડે બેફામ માર મારતા સાહેદ ઉપેન્દ્રભાઈ તથા શશીકાંતભાઈ વચ્ચે પડતા તેમને પણ માર મારી જતા જતા કાર ત્રણેય ઉપર ચડાવી દેતા ત્રણેયને ફ્રેક્ચરની ઇજાઓ થઈ હતી. બનાવ અંગે હળવદ પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ ગુંન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text