હળવદ- ટીકર- જુના ઘાંટીલાને જોડતા વિલેજ બ્રીજ પર વાહનોની અવર જવર પર પ્રતિબંધ 

- text


વિલેજ બ્રીજ સ્ટ્રકચરની રીપેરીંગની કામગીરીને કારણે જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરનામું કર્યું પ્રસિદ્ધ 

મોરબી : મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં આવેલા માળીયા શાખા નહેરની સાંકળ 97.661 કિ.મી. પર આવેલા હળવદ- ટીકર- જુના ઘાંટીલાને જોડતો MDRB (વિલેજ બ્રીજ) સ્ટ્રકચરની મરામતની કામગીરી આગામી 6 મહિના સુધી ચાલુ રહેશે. તેથી આગામી તા. 13-01-2025 સુધી આ બ્રીજ પર વાહન વ્યવહાર બંધ કરવા જિલ્લા મેજિસ્ટ્રેટ કે.બી.ઝવેરી, મોરબી દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

- text

આ જાહેરનામામાં જણાવ્યા અનુસાર, હળવદ તાલુકામાં માળીયા શાખા નહેરની સાંકળ 97.661 કિ.મી. પર આવેલો હળવદ- ટીકર- જુના ઘાંટીલાને જોડતો MDRB (વિલેજ બ્રીજ) ઉપરથી હાલ વાહનોની અવર- જવર ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ રસ્તાના વૈકલ્પિક રસ્તા તરીકે નાળાથી 600 મીટર દુર પૂર્વ તરફ નવી ટીકર તેમજ જુના ઘાંટીલા જવા માટેના બીજા રસ્તાનો ઉપયોગ કરવા તેમજ રીપેરીંગવાળા નાળાથી 600 મીટર દુર પશ્વિમ તરફ ટીકરથી નવા ઘાંટીલા જવાના રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે. આ પ્રતિબંધાત્મક હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર બનશે. આ જાહેરનામું તારીખ 13-01-2025 સુધી અમલમાં રહેશે.

- text