મોરબીના રવાપર રોડનું જર્જરિત નાલુ તોડીને નવું બનાવવાની પ્રક્રિયા શરૂ

- text


આશરે 40 લાખના ખર્ચે 3 મહિનામાં નવું નાલુ બની જશેઃ પાલિકા એન્જિનિયર

મોરબી : મોરબીના રવાપર રોડ પર એવન્યુ પાર્ક પાસે આવેલું જર્જરિત નાલું હાલ તંત્ર દ્વારા બંધ કરી દેવામાં આવ્યું છે અને મોરબી નગરપાલિકા દ્વારા આ નાલાની ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી દેવામાં આવી હતી. હાલ આ ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થતાં જ પાલિકા દ્વારા છેલ્લા બે દિવસથી નાલાને તોડવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જર્જરિત હાલતમાં રહેલું આ નાલું તોડીને નવું બનાવવામાં આવી રહ્યું છે.

- text

આ અંગે મોરબી નગરપાલિકાના એન્જિનિયર કિશનભાઈ ફુલતરીયાએ જણાવ્યું હતું કે, આ નાલું ત્રણ મહિનાના સમયગાળામાં બનાવી દેવામાં આવશે. 36.67 લાખ રૂપિયાનું જે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું તે 9 ટકા વધીને 40 લાખ થયું છે. આમ આશરે 40 લાખના ખર્ચે નવું નાલુ બનાવવામાં આવશે. હાલ ડાયવર્ઝન આપવામાં આવ્યું છે ત્યાંથી વાહનો અવર-જવર કરી શકે છે.

- text