મોરબીના લાતી પ્લોટ શેરી નં-5માં ગંદકી અંગે વડાપ્રધાન સુધી રજૂઆત

- text


વાંરવાર ફરિયાદો કરવામાં આવી હોવા છતાં તંત્રના પેટનું પાણી નથી હલતું

મોરબી : મોરબી શહેરના લાતી પ્લોટ શેરી નંબર-5માં છેલ્લા ઘણ સમયથી ગંદકીનો પ્રશ્ન વેપારીઓ માટે માથાના દુઃખાવા સમાન બન્યો છે. ગંદકીના કારણે બીમારી પણ ફેલાઈ રહી છે. આ સમસ્યા વર્ષોથી હોય અનેક વખત વેપારીઓએ સ્થાનિક તંત્ર અને ઉચ્ચ કક્ષાએ ફરિયાદો કરી છે તેમ છતાં કોઈ નિરાકરણ ન આવતા હવે વેપારીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુધી ફરિયાદ કરી છે.

- text

વેપારીઓના જણાવ્યા પ્રમાણે લાતી પ્લોટ શેરી નંબર-5માં નાની-મોટી ફેક્ટરીઓ આવેલી છે. અહીંયા કાયમી ગંદકી અને રોગચાળો ફેલાયેલો રહે છે. વરસાદ વિના પણ આ વિસ્તારમાં પાણી ભરાયેલા રહે છે. જેના કારણે ગ્રાહકો પણ આવતા નથી. દર મહિને આ અંગે મોરબી નગરપાલિકાને ફરિયાદ કરવામાં આવે છે. પરંતુ નગરપાલિકાના અધિકારીઓ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરતાં નથી. વેપારીઓ દર વર્ષે કરોડો રૂપિયાનો સરકારમાં ટેક્સ ભરે છે પરંતુ સુવિધા આપવામાં આવતી નથી. સમસ્યા અંગે નગરપાલિકા અને કલેક્ટરને અનેક વખત ફરિયાદ કરી છે. પરંતુ કોઈ ધ્યાન ન આપતું હોય વેપારીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લેખિત રજૂઆત કરી છે. જો આ અંગે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો દુકાનો અને ફેક્ટરીઓ બંધ કરવી પડે તેવી હાલત છે. તેથી આ અંગે તાત્કાલિક સમસ્યાનું નિરાકરણ કરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.

- text