મોરબીમાં ફ્લેટ, ફેકટરી અને સ્પાના વધુ 8 માલિકો સામે જાહેરનામા ભંગની કાર્યવાહી

- text


પરપ્રાંતિયોને કામે રાખી પોલીસને જાણ નહિ કરવા મામલે કાર્યવાહી

મોરબી : મોરબીમાં ગુન્હાખોરી રોકવા પરપ્રાંતિયોને મકાન, ફ્લેટ ભાડે આપવામા તેમજ પરપ્રાંતિયોને કામે રાખનાર લોકો માટે જાહેરનામું અમલી હોવા છતાં જાહેરનામાનો ભંગ કરી પોલીસ સમક્ષ વિગતો જાહેર નહિ કરનાર ફ્લેટ, ફેકટરી, ઓરડી અને સ્પાના અલગ અલગ આઠ સંચાલક વિરુદ્ધ જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી કરવામાં આવી હતી.

જાહેરનામા ભંગ મામલે મોરબી શહેર અને જિલ્લામાં વધુ આઠ લોકો સામે થયેલ કાર્યવાહીમાં સીટી એ ડિવિઝન પોલીસે વજેપરના પરપ્રાંતિયોને ઓરડી ભાડે આપનાર બાબુભાઇ કુંવરજીભાઈ અબાસણીયા વિરુદ્ધ, મોરબી તાલુકા પોલીસે લાલપર ગામે ઓરસનજોન ખાતે ફ્લેટ ધરાવતા ગૌતમભાઈ કરમશીભાઈ જાલરિયા વિરુદ્ધ, વાંકાનેર સીટી પોલીસે વઘાસિયા ગામે વાડીએ મજૂર રાખનાર આરીફભાઇ અલીભાઈ માથકિયા વિરુદ્ધ તેમજ વાંકાનેર નર્સરી ચોકડીએ આવેલ ઓસીયન બ્લ્યુ સ્પાના સંચાલક ગોવિંદ કરશનભાઇ ડાભીએ કામે રાખેલા પરપ્રાંતીય વિશે માહિતી જાહેર ન કરતા જાહેરનામા ભંગ અંગે કાર્યવાહી કરવામાં આવી હતી.

- text

આ ઉપરાંત વાંકાનેર સીટી પોલીસે ભોજપરા નજીક રીફેક્ટરી કારખાનામાં કામે રાખેલ કર્મચારીઓની વિગતો જાહેર ન કરનાર સંજય રઘુભાઈ નંદેસરિયા નામના લેબર કોન્ટ્રાકટર વિરુદ્ધ, વાંકાનેર તાલુકા પોલીસે ભાયાતી જાંબુડિયા ગામની સીમમાં સ્પર્શ સ્પા ચલાવતા રવિન્દ્ર નવીનભાઈ સોલંકી વિરુદ્ધ, હળવદ તાલુકાના કોયબા રોડ ઉપર ફ્લોર મિલન સંચાલક હરીશભાઈ રમેશભાઈ ધામેચા વિરુદ્ધ તેમજ કોયબા નજીક આવેલ નવકાર ક્લિનિંગ એન્ડ આટામિલના સંચાલક કમલેશ સુમિતભાઇ શાહે પરપ્રાંતીય શ્રમિકોની વિગત જાહેર ન કરી એસ્યોર મોરબી એપમાં નોંધ નહિ કરતા જાહેરનામા ભંગ સબબ પોલીસે કાર્યવાહી કરી હતી.

- text