મોરબી શહેરના જેલ રોડ ફીડર હેઠળના વિસ્તારમાં આવતીકાલે વીજકાપ

- text


મોરબી : આવતીકાલે તારીખ 16-10-2024 ને બુધવારના રોજ નવા કામની કામગીરી તેમજ ફીડર સમારકામની કામગીરી કરવાની હોવાથી PGVCLના મોરબી શહેર-1 પેટા વિભાગ હેઠળ આવતા 11 કેવી જેલ રોડ ફીડર વિસ્તારોમાં સવારે 7:30 થી બપોરના 2:30 વાગ્યા સુધી પાવર સપ્લાય બંધ રહેશે.

- text

જેમાં વણકરવાસ, રબારીવાસ, વાલ્મીકીવાસ, વજેપર, ફકરી પાર્ક, લીલાપર રોડ આવાસ ક્વાટર્સ, બોરીચાવાસ, ગૌશાળા રોડ, સ્લમ ક્વાટર્સ, કાલિકા પ્લોટ, મતવાવાસ, ખડિયા વાસ, લીલાપર રોડ મફતિયાપરા, મકરાણીવાસ, નીલકમલ સોસાયટી, રામવિજય સોસાયટી, સાત હનુમાન સોસાયટી, સબ જેલ, વાંકાનેર દરવાજા સુધીનો વિસ્તારમાં પાવર સપ્લાય બંધ રહેશે.

- text