માળિયા તાલુકા સહકારી ખરીદ-વેચાણ સંઘ લી.ના પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ

- text


પ્રમુખ તરીકે મનહરભાઈ બાવરવા અને ઉપ પ્રમુખ તરીકે અજયરાજસિંહ રાઠોડની બિનહરીફ વરણી

માળિયા (મિયાણા) : માળિયા તાલુકા સહકારી ખરીદ-વેચાણ સંઘ લી.ના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી આજે તારીખ 15 ઓક્ટોબર ને મંગળવારના રોજ માળિયા સંઘની ઓફિસે યોજાઈ હતી. માળિયા મામલતદાર કે.વી. સાનીયાના અધ્યક્ષ સ્થાને યોજાયેલી ચૂંટણીમાં સતત ત્રીજી વખત પ્રમુખ તરીકે મનહરભાઈ ગાંડુભાઈ બાવરવા અને ઉપપ્રમુખ તરીકે અજયરાજસિંહ વેલુભા રાઠોડની બિનહરીફ વરણી કરવામાં આવી હતી.

- text

આ ચૂંટણીમાં મુખ્ય પ્રતિનિધિ તરીકે આરડીસી બેંકના વાઈસ ચેરમેન મગનભાઈ વડાવીયા, મોરબી સંઘના પ્રમુખ નવીનભાઈ ફેફર, મોરબી-માળિયા, કો.પી.લી.ના પ્રમુખ બાબુભાઈ ઉઘરેજા, રાજકોટ જિલ્લા સહકારી ખરીદ-વેચાણ સંઘના ડિરેક્ટર જયંતીભાઈ દેત્રોજા, માળીયા તાલુકા ભાજપ મહામંત્રી મનીષભાઈ કાંજીયા, માળિય તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ પ્રાણજીવનભાઈ કાવર તેમજ તમામ સહકારી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે સતત ત્રીજી વખત ચૂંટાયેલા પ્રમુખ મનહરભાઈ બાવરવાએ માળિયા તાલુકાના તમામ પ્રમુખો, મંત્રીઓ તથા વ્યવસ્થાપક કમિટી સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો.

- text