મોરબી નજીક ફેકટરીમાં લોડરના સુપડામા રમતા બાળકનું કમકમાટી ભર્યું મૃત્યુ

- text


બાળક લોડરના સુપડામાં રમતું હતી ત્યારે લોડર ચાલકે સુપડું ઊંચું કરતા બાળક નીચે પટકાયું, બાદમાં ટાયર ફરી વળ્યું

મોરબી : મોરબી તાલુકાના કાલિકાનગર ગામની સીમમાં આવેલ મિનરલ્સ ફેકટરીમાં બનેલી એક કરુંણ ઘટનામાં લોડરના સુપડામા બાળક રમી રહ્યું હતું ત્યારે લોડર ચાલકે અચાનક સુપડું ઊંચું કરી દેતા બાળક નીચે પટકાયું હતું અને બાદમાં લોડરનું વ્હીલ બાળક ઉપર ફરી વળતા બાળકનું કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું.

- text

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના કાલિકાનગર ગામની સીમમાં આવેલ તુલસી મિનરલ્સ કારખાનામાં કામ કરતા મધ્યપ્રદેશના રહેવાસી જીતેનભાઈ ગુમનસિંહ ડાવરે આરોપી લોડર ચાલક સુનિલ કાળુભાઇ મેડા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.13ના રોજ તેમનો 3 વર્ષનો પુત્ર શિવા લોડર પાસે રમતો હતો અને લોડરના સુપડાના બેઠો હતો ત્યારે લોડર ચાલક સુનીલ આગળ પાછળ જોયા વગર અચાનક લોડરનું સુપડું ઊંચું કરતા શિવા નીચે પટકાયો હતો. બાદમાં આ લોડર ચાલકે લોડર ચલાવતા લોડરના વ્હીલ શિવા ઉપર ફરી વળતા બાળકનું કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું. ઘટના અંગે પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text