ટંકારામાં પરપ્રાંતિય મજૂરોની વિગતો ન આપનાર સાઇટ અને ફેકટરી સંચાલકો સામે નોંધાયો ગુનો

- text


જે કોઈ એકમમાં પરપ્રાંતિય મજૂરો કામ કરતા હોય તેઓને MORBI ASSURED એપ્લિકેશનમાં વિગતો સબમિટ કરવા અનુરોધ

ટંકારા : ટંકારામાં પરપ્રાંતીય મજૂરોની વિગત તંત્ર સમક્ષ જાહેર ન કરનાર એક સાઇટ અને ફેકટરીના પ્રતિનિધિ સામે પોલીસે ગુનો નોંધી દાખલો બેસાડ્યો છે. ઉપરાંત તમામ એકમોને મજૂરોની વિગત સબમિટ કરાવવા અપીલ પણ કરી છે.

બનાવ અંગે મળતી વિગતો મુજબ ટંકારા લતીપર ચોકડી નજીક શિવાંગ પ્લાઝા સાઈટ પર બિટ જમાદાર ઈમ્તિયાઝભાઈ જામ તપાસમાં હોય એ વખતે પોપટભાઈ વિસાભાઈ બતાળા રહે પાનેલી વાળા મોરબી જિલ્લા કલેકટરના પરપ્રાંતીય મજુરોની વિગતો આપવાના જાહેરનામા અંગે વાકેફ હોવા છતાં MORBI ASSURED એપમાં મજુર અંગે વિગતો આપી ન હોય ભારતીય દંડ સંહિતાની કલમ 223 મુજબ જીલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાં ભંગ અંગે ગુનો દાખલ કર્યો હતો તો બીજી તરફ ટંકારા બિટ જમાદાર શાહિદભાઈ સિદિકીએ ફાઈન એન્ટરપ્રાઈઝ નામની ફેકટરીમાં પરપ્રાંતીય મજુરનું રજીસ્ટ્રેશન ન કરવા સબબ વિવેક જયંતિભાઈ દસાડીયા રહે નાની કેનાલ રોડ મોરબી વાળા વિરોધ ગુનો નોંધ્યો હતો.

- text

અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી જિલ્લા કલેકટર દ્વારા બહાર પાડવામાં આવેલાં જાહેરનામા અંગે બહોળી પ્રસિદ્ધિ કરવા છતાં અનેક ફેક્ટરી કે પરપ્રાંતીય લોકોની માહિતી આપતા ન હોય એમણે તાકીદે એપ્લિકેશન ડાઉનલોડ કરી વિગતો આપવા ટંકારા થાણા અમલદાર વાય કે ગોહિલે યાદીમાં જણાવ્યુ છે.

- text