મોરબીમાં સુરાણી પરિવાર દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

- text


મોરબી : મોરબીના સુરાણી પરિવાર દ્વારા સ્વ. જીજ્ઞાબેન સનતભાઈ સુરાણીના સ્મરણાર્થે તેમજ સત્યમ ઈમ્પેક્ષ ઓફિસના ઉદઘાટન અને માહીના જન્મદિવસ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 64 જેટલા રક્તદાતાઓએ રક્તદાન કરી આ બ્લડ ડોનેશન કેમ્પને સફળ બનાવ્યો હતો. બ્લડ ડોનેશન કેમ્પમાં માનવ સેવા ટ્રસ્ટ મોરબીના ઉપપ્રમુખ ગોપાલભાઈ ચારોલા, સનતભાઈ સુરાણી, જીનેશભાઈ ચારોલા અને દલસુખબાઈ ખાવડીએ જહેમત ઉઠાવી હતી. બ્લડ ડોનેશન કેમ્પમાં સંસ્કાર બ્લડ બેંકનો સહકાર મળ્યો હતો. આ તકે સંસ્કાર બ્લડ બેંકના પ્રેરક પ્રેમસ્વામી અને બ્લડ બેંકના સંચાલક રમેશભાઈ માકાસણાએ આયોજકો, રક્તદાતાઓ અને સત્યમ ઈમ્પેક્ષ ઓફિસ પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો.

- text