મોરબી જિલ્લામાં યમરાજનો મુકામ, 6ના અપમૃત્યુ

- text


મોરબી, હળવદ અને વાંકાનેરમાં અલગ – અલગ છ બનાવોમાં જિંદગીનો અકાળે અંત

મોરબી : મોરબી શહેર અને જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમીયાન અપમૃત્યુના છ કિસ્સા પોલીસ ચોપડે નોંધાયા છે જેમાં ચક્કર આવતા પડી જવાથી, ગળેફાંસો ખાઈને, ઝેરી દવા પી લઈ તેમજ પાણીમાં ડૂબી જવાથી છ જિંદગીનો અકાળે અંત આવ્યો હતો.

અપમૃત્યુના પ્રથમ બનાવમાં મોરબીના ઇન્દિરાનગર ખાતે આવેલ એ.બી.કોર્પોરેશનના ગોડાઉનમાં કામ કરતા સમયે મોરબીના કાલિકા પ્લોટમાં રહેતા યુસુફભાઈ નૂરમામદભાઈ ખુરેશી ઉ.50ને અચાનક ચક્કર આવતા પડી જતા માથાના ભાગે ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે બીજા બનાવમાં મોરબીના ઉંચી માંડલ ગામે આવેલ નેક્ષોન સિરામિકમા કામ કરતા શ્રમિક યુવાન મોનુભાઈ વિજયકુમાર સિંઘ ઉ.20 નામના યુવાને ઝાડ ઉપર લટકી ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ નીપજ્યું હતું.

અપમૃત્યુના ત્રીજા બનાવમાં મોરબીના પીપળીયા ગામે રહેતા રવજીભાઈ કરશનભાઇ મૂછડીયા ઉ.37 નામના યુવાને પોતાના ઘેર અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ નીપજ્યું હતું. ચોથા બનાવમાં વાંકાનેરના વઘાસિયા ગામે વાડી વિસ્તારમાં લખનભાઈ સુરેશભાઈ ચૌહાણે ઝેરી દવા પી લેતા મૃત્યુ નીપજ્યું હતું.

- text

પાંચમા બનાવમાં પત્નીથી ત્રણેક વર્ષથી અલગ રહેતા ઉમેશભાઈ હમીરજી જાડેજા ઉ.40 રહે.સાણંદ, જી.અમદાવાદ વાળાને પત્ની વિરહ સહન ન થતા હળવદ શહેર નજીક આવેલ કનૈયા હોટલના મેદાનમાં ઝેરી દવા પી લેતા મૃત્યુ નીપજ્યું હતું. આ ઉપરાંત અપમૃત્યુના છઠ્ઠા બનાવમાં સતરેક દિવસ પહેલા ધ્રાંગધ્રા તાલુકાના કુંડા – જસમતપર ગામની સીમમાં કેનાલમાં તણાઈ ગયેલ મુકેશભાઈ ગોરધનભાઇ સજાણીનો મૃતદેહ હળવદ તાલુકાના માલણીયાદ નર્મદા કેનાલમાંથી મળી આવતા તમામ બનાવમાં સંબંધિત પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text