મોરબી જિલ્લામાં શ્રમિકોની વિગતો છુપાવનાર 9 વિરુદ્ધ જાહેરનામા ભંગની કાર્યવાહી

- text


મોરબી, વાંકાનેર અને હળવદ પોલીસે કરેલી કાર્યવાહી

મોરબી : રાજ્યમાં પરપ્રાંતીય લોકો દ્વારા ગંભીર ગુન્હાને અંજામ આપવાના બનાવો વધી રહ્યા છે ત્યારે મોરબી જિલ્લાના જાહેરનામા અમલી હોવા છતાં મિલકત ભાડે આપવામાં નિયમ મુજબ પોલીસને જાણ નહિ કરનાર આસમીઓ સામે તેમજ સ્પા સહિતના ધંધામાં પરપ્રાંતીય લોકોને કામે રાખી એસ્યોર મોરબી એપમાં નોંધ નહીં કરવા મામલે અલગ અલગ નવ કિસ્સામાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી કરવામાં આવી હતી.

જાહેરનામા ભંગ મામલે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે કબીર ટેકરીમાં શ્રમિકોને ભાડુઆત તરીકે રાખી પોલીસને જાણ નહિ કરવા અંગે રમેશભાઈ જીવાભાઈ અગેચણિયા વિરુદ્ધ કાર્યવાહી કરી હતી. એ જ રીતે મોરબીના લાલાપર રોડ ઉપર ફ્લેટ ભાડે આપી પોલીસને જાણ નહિ કરનાર સુમિત્રાબેન ઉર્ફે લીલાબેન અજયભાઈ અડવાણી વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસે જાહેરનામા ભંગ અંગે કાર્યવાહી કરી હતી.

જ્યારે વાંકાનેર તાલુકા પોલીસે સિંધાવદર ગામે પોલ્ટ્રી ફાર્મમાં પરપ્રાંતીય માણસોને કામે રાખી એસ્યોર મોરબી એપમાં નોંધ નહીં કરાવનાર અલ્તાફ આહમદભાઈ શેરસિયા વિરુદ્ધ કાર્યવાહી કરી હતી. તેમજ ઢુંવા નજીક ઓમ સાઈ સ્પા સંચાલક દિલીપસિંહ બહાદુરસિંહ ઝાલાએ મહિલા સ્પા કર્મચારી અંગે પોલીસને જાણ નહિ કરતા જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી કરી હતી.

- text

આ ઉપરાંત વાંકાનેર તાલુકા પોલીસે પાડધરા – ભેરડા રોડ ઉપર આવેલ ઓમસાઈ સ્પા સંચાલક ચોથાભાઈ લવજીભાઈ સરવારીયા વિરુદ્ધ પણ સ્પા કર્મચારીઓની પોલીસમાં નોંધ નહિ કરવા મામલે જાહેરનામા ભંગ અંગે કાર્યવાહી કરી પાંચ દ્વારકા ગામની સીમમાં પરપ્રાંતીય મજૂરોને કામે રાખનાર ઇલ્યાસભાઈ આહમદભાઈ બાદી વિરુદ્ધ જાહેરનામા ભંગ અંગે કાર્યવાહી કરી હતી. એ જ રીતે પાજ ગામની સીમમાં મજૂરો અંગેની માહિતી પોલીસમાં જમા નહિ કરાવનાર નજરૂદિન સાજીભાઈ સિપાઈ વિરુદ્ધ કાર્યવાહી કરી ઢુંવા ચોકડીએ ભવાની હોટલ પાસે સ્પર્શ સ્પા મસાજ પાર્લર ચલાવતા ગોવિંદભાઇ ઉર્ફે મુનાભાઈ કરશનભાઇ ડાભીએ મહિલા કર્મચારીઓ અંગે પોલીસને માહિતી પૂરી ન પાડતા જાહેરનામા ભંગ અંગે પોલીસે કાર્યવાહી કરી હતી. આ ઉપરાંત હળવદ પોલીસે ધરતીનગર ખાતે પરપ્રાંતીય મજૂરોને કામે રાખનાર દિનેશભાઇ નાગજીભાઈ પરમારે પોલીસની એસ્યોર મોરબી એપમાં નોંધ ન કરી મજૂરોના આઈડી પ્રુફ ન મેળવ્યા હોય જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી કરી હતી.

- text