રાજપૂત કરણી સેના મોરબી જિલ્લાની મહિલા પાંખની વરણી

- text


મોરબી જિલ્લા પ્રમુખ તરીકે ગાયત્રીબા જાડેજા, મોરબી શહેર પ્રમુખ તરીકે ઈલાબા ઝાલાની વરણી

મોરબી : રાજપૂત કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષ વી.એસ. જાડેજા અને રાષ્ટ્રીય સંયોજક પ્રવિણસિંહ ઝાલાના આદેશથી રાજપૂત કરણી સેનાના સૌરાષ્ટ્ર પ્રમુખ ડો. નયનાબા જાડેજા અને મોરબી જિલ્લા અધ્યક્ષ જયદેવસિહ જાડેજાના આગેવાનીમાં રાજપૂત કરણી સેનાની મોરબી જિલ્લાની મહિલા પાંખની વરણી કરવામાં આવી હતી.

- text

જેમાં મોરબી જિલ્લા મહિલા પ્રમુખ તરીકે ગાયત્રીબા સહદેવસિંહ જાડેજા, શહેર પ્રમુખ તરીકે ઇલાબા નરેન્દ્રસિંહ ઝાલા અને મોરબી જિલ્લા પ્રભારી તરીકે મછબા જયુભા ઝાલા, મહામંત્રી તરીકે ધર્મિષ્ઠાબા અનીરુદ્ધસિંહ જાડેજા, મંત્રી તરીકે શ્વેતાબા કિશોરસિંહ ઝાલા, પૂજાબા સંજયસિંહ ઝાલા (સંરક્ષક), દિવ્યાબા રામદેવસિંહ ઝાલા (સોશિયલ મીડિયા પ્રભારી), કુસુમબા નટુભા ઝાલા ( મીડિયા સેલ કન્વીનર), શીતલબા ઉપરેન્દ્રસિંહ ઝાલા (સોશિયલ મીડિયા ઇન્ચાર્જ), હંસાબા દાનુભા ઝાલા, કૃપાલીબા રાજેન્દ્રસિંહ જાડેજા, કાંતાબા કેસુભા ઝાલા, ઈન્દ્રબા કેસુભા ઝાલા, આશાબા મંગળસિંહ ઝાલા, પાયલબા ઝાલા, આશાબા ઝાલા, હિનાબા ઝાલા, રિદ્ધિબા ઝાલા, કૈલાસબા ઝાલા, મીનાબા ઝાલાની નિમણૂક કરવામાં આવી છે. આ તકે હર્ષબા જાડેજા, જયશ્રીબા જાડેજા, પ્રવિણાબા જાડેજા અને હેતલબા ઝાલા (સાદુળકા) ખાસ હાજર રહ્યા હતા. ત્યારે રાજપૂત કરણી સેનાની મહિલા પાંખની મજબૂત ટીમ બનવાથી મોરબી જિલ્લાની સર્વે રાજપૂત કરણી સેના ટીમના દરેક સદસ્યોને શુભેચ્છા પાઠવી હતી અને આ વરણીથી રાજપૂત સમાજની મહિલાઓમાં ખુશી જોવા મળી હતી.

- text