મોરબીમાં નામચીન બુટલેગરે ગુપ્ત ભોંયરામાં છુપાવેલો દારૂ- બિયરનો જથ્થો પકડાયો

- text


એલસીબી ટીમે રણછોડનગરમાં કરેલી કાર્યવાહી, અન્ય એક બુટલેગરનું નામ ખુલ્યું

મોરબી : મોરબી એલસીબી ટીમે શહેરના રણછોડનગર સેન્ટમેરી સ્કૂલ પાસે નામચીન બુટલેગરના રહેણાંક મકાનમાં તેમજ એપાર્ટમેન્ટના ભોંયતળિયે બનાવેલ ગુપ્ત ભોંયરમાંથી વિદેશી દારૂની 404 બોટલ તેમજ બિયરના 164 ડબલા સાથે બુટલેગરને દબોચી લઈ અન્ય એક બુટલેગરનું નામ ખોલાવ્યું હતું.

- text

પ્રાપ્ત વિગતો મુજબ શહેરના રણછોડનગર સેન્ટમેરી સ્કૂલ પાસે રહેતા આરોપી સાગર કાંતિભાઈ પલાણ નામના નામચીન બુટલેગરે વિદેશી દારૂનો મોટો જથ્થો ઉતારી વેચાણ કરી રહ્યો હોવાની બાતમીને આધારે મોરબી એલસીબી ટીમે આરોપીના રહેણાંક મકાનમાં તેમજ એપાર્ટમેન્ટના ફળિયામાં બનાવવામાં આવેલ ગુપ્ત ભોંયરમાંથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની 404 બોટલ કિંમત રૂપિયા 2,58,608 તેમજ બિયર ટીન નંગ 164 કિંમત રૂપિયા 20,194 મળી કુલ રૂપિયા 2,78,802ના મુદામાલ સાથે આરોપી સાગર કાંતિલાલ પલાણને ઝડપી લીધો હતો. વધુમાં આરોપીની પૂછતાછમા વિદેશી દારૂનો આ જથ્થો આરોપી કૌશિક ઉર્ફે લાલો નિમાવત રહે.વાવડી ગામ વાળા પાસેથી મેળવ્યો હોવાની કબૂલાત આપતા એલસીબી ટીમે સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુંન્હો રજીસ્ટર કરાવી આરોપી કૌશિક ઉર્ફ લાલાને પકડી પાડવા તજવીજ શરૂ કરી હતી.

- text