મોરબીના શિક્ષિકાની સિદ્ધિઃ મેઘાણીવાડી શાળાના શિક્ષિકાએ ઈન્ટરનેશનલ સ્પર્ધામાં ચક્રફેંકમાં જીત્યો સિલ્વર મેડલ

- text


મોરબી : મોરબીની મેઘાણીવાડી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષિકાએ મલેશિયા ખાતે યોજાયેલી ચક્રફેંક સ્પર્ધામાં સિલ્વર મેડલ જીતીને મોરબી જિલ્લા અને ગુજરાતને ગૌરવ અપાવ્યું છે.

મેઘાણીવાડી પ્રાથમિક શાળાના શિક્ષિકા નીરુલત્તાબેન હિરેનભાઈ રૈયાણીએ મલેશિયાના કુઆલાલમ્પુર ખાતે 36મી મલેશિયન ઇન્ટરનેશનલ માસ્ટર્સ એથલેટિક્સ ચેમ્પિયનશીપ- 2024 યોજાઈ હતી. આ સ્પર્ધામાં નીરુલત્તાબેન રૈયાણીએ ચક્રફેકમાં સિલ્વર મેડલ મેળવી દેશનું નામ રોશન કર્યું છે. હૈદરાબાદ ખાતે યોજાયેલી નેશનલ માસ્ટર્સ એથલેટિક્સ સ્પર્ધામાં નંબર મેળવી તેઓ મલેશિયા ખાતે સ્પર્ધામાં ભાગ લેવા પસંદગી પામ્યા હતા. મલેશિયા ખાતે તેઓએ ચક્રફેંક અને ગોળાફેંકમાં ભાગ લઈ ચક્રફેકમાં સિલ્વર મેડલ મેળવી દેશને ગૌરવ અપાવ્યું છે.

- text

- text