ટંકારા પંથકમાં પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ

- text


ટંકારા : ટંકારા પંથકમાં સાંજે ધોધમાર વરસાદ પડ્યો છે. ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસેલા વરસાદને કારણે ઠેર ઠેર પાણી વહેતા થઈ ગયા છે.

પંથકના મોટાભાગના વિસ્તારોમાં છેલ્લી અડધી કલાકથી વરસાદ વરસી રહ્યો છે. ટંકારા નગર ઉપરાંત મિતાણા, હરબટીયાળી, હરિપર, સજ્જનપર, અમરાપર, ટોળ, જીવાપર, ભૂતકોટડા, આર્યનગર સહિતના ગામોમાં વરસાદ પડ્યો છે. આ વરસાદને કારણે પાકને ભારે નુકસાન થવાની બીકે ખેડૂતો ચિંતામાં આવી ગયા છે. હાલ સમગ્ર પંથકમાં ટાઢું બોળ વાતાવરણ થઈ ગયું છે.

- text

- text