ખેડૂતોને ફાર્મર રજિસ્ટ્રી કરાવી લેવા સૂચના

- text


મોરબી : ભારત સરકાર દ્વારા ખેડૂતો માટેની વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થે ડિજિટલ ઓળખ આધાર સાથે ખેડૂત આઈડી, ઇલેક્ટ્રોનિક ખેડૂત રજિસ્ટ્રી, પ્રમાણિત (SSO, eKYF) કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. તેથી દરેક ખેડૂતોએ ફાર્મર રજિસ્ટ્રી કરાવી લેવા સૂચના આપવામાં આવી છે.

ફાર્મર રજિસ્ટ્રી કરાવવા તારીખ 15 ઓક્ટોબર 2024થી ગ્રામ્ય કક્ષાએ ગ્રામ પંચાયતમાં તલાટી, vceનો સંપર્ક કરી ખેડૂતે રજિસ્ટ્રેશન કરાવવું એમ જણાવ્યું છે. રજિસ્ટ્રેશન કરાવવા માટે આધાર કાર્ડ, આધાર કાર્ડથી લિંક મોબાઈલ, સર્વે નંબર (૭/૧૨ અને ૮અ)ની નકલ સાથે રાખવી. ફાર્મર રજિસ્ટ્રીનો ઉપયોગ પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના, પ્રધનમંત્રી કિસાન સન્માન નિધિ, કિસાન ક્રેડિટ કાર્ડ, લઘુત્તમ ટેકાના ભાવ (MSP), E-NAM (નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ) થતો હોય ખેડૂતોએ આ રજિસ્ટ્રેશન કરાવી લેવા સૂચના આપવામાં આવી છે.

- text

- text