મોરબીના વોર્ડ નં.1માં રૂ.84 લાખના ખર્ચે સ્ટ્રોમ વોટર લાઈન નાખવાના કામનું ખાતમુહૂર્ત

- text


મોરબી : મોરબી શહેરના વોર્ડ નં. 1ના મારુતિ પાર્ક, કૃષ્ણનગર અને ન્યુ કુબેરનગરને જોડતા મુખ્ય રસ્તા પર આવેલ ખુલ્લા વોકળા પર રૂ.૮૪ લાખના ખર્ચે સ્ટ્રોમ વોટર લાઈન નાખવાના કામનું ખાતમુહૂર્ત ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા અને કશ્યપભાઈ શુકલના હસ્તે કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમા મોરબી જીલ્લા ભાજપ મંત્રી જેઠાભાઈ મિયાત્રા, દિપકભાઈ અંદરપા, જયદીપભાઈ દેત્રોજા, મોરબી જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના મંત્રી ઉગાભાઈ. આહીર, ભારતીબેન રાછ અને આ વિસ્તારનામાથી મોટી સંખ્યામાં ભાઈઓ તથા બહેનો હાજર રહ્યા હતા..

- text

- text