માળીયા (મિ.)માં પોલીસ સ્ટેશનની ગરબીમાં લ્હાણીનો ધોધ વરસાવતા ઉદ્યોગપતિઓ

- text


પોલીસ પરિવારે પણ દરેક બાળકીને સોનાની બુટી આપી : વૃદ્ધાશ્રમના માવતરોએ પણ ગરબીમાં માતાજીની આરાધના કરી

મોરબી : માળીયા મીયાણા પો.સ્ટેના કમ્પાઉન્ડમાં આવેલ શીતળા માતાજીના મંદિરના પટાંગણમાં પોલીસ પરીવાર દ્વારા હિન્દૂ તથા મુસ્લીમ એક્તાના પ્રતિક રૂપે છેલ્લા પાંચ દાયકાથી ગરબી યોજાઇ છે. આ પ્રાચીન ગરબીમા માળીયા વિસ્તારના અલગ અલગ ઉદ્યોગપતિઓ તથા માળીયા મીયાણા પોલીસ સ્ટેશન તરફથી ૬૧ જેટલી હિન્દુ તથા ૯૯ જેટલી મુસ્લીમ મળી કુલ ૧૬૦ જેટલી બાળાઓને માતબર લ્હાણી આપવામાં આવી છે.

જેમાં માળીયા મી. પોલીસ પરીવાર તરફથી સોનાની બુટી એક જોડી, અરૂણભાઈ પટેલ -ગાંડીવ કેમીકલના ડાયરેક્ટર તરફથી એક વોટર બેગ તથા ટીફીન બોક્ષ, અલીયાસભાઈ મુસાભાઇ મોવર તરફથી કાચના બાઉલ છ પીસ બોક્ષ, ઉદ્રીશભાઈ મેપાભાઈ જેડા તરફથી કુલીંગ શેટ-૧, લેમીટ પેપર મીલના ડાયરેક્ટર રાજુભાઈ પટેલ તરફથી સોનાના દાણા, મામા લેમીનેટના ડાયરેકટર દીપ પટેલ સ્ટીલની બોટલો, સાનવી કેમીકલના ડાયટેક્ટર કાંતિભાઈ પેથાપરા તરફથી પ્લાસ્ટીકના બાઉલ થ્રી પીસ સેટ, કે.પી.નોનવુવન ના ડાયરેક્ટર મહેશભાઇ અધારા તરફથી બેંગલ બોક્ષ, હનીફાબેન મુસાભાઇ મોવર તરફથી સ્ટીલના બેડા તથા સ્ટીલના ગ્લાસ છ પીસ બોક્ષ, લાયન્સ ક્લબના પ્રમુખ રમેશભાઇ રૂપાલા તરફથી મુખવાસદાની, ઈમરાનભાઇ પાયબ તથા ઓસમાણભાઈ મોવર તરફથી બાથરૂમ સેટ, દિપકભાઈ પટેલ (ઝીલટોપ) તરફથી કંપાસ બોક્ષ રાયટીંગ પેડની લ્હાણી આપવામાં આવી હતી.

ઉપરાંત શિતલભાઈ પટેલ- જી.કે.હોટલ તરફથી નવરાત્રીમાં દશ દિવસ સુધી રોજે રોજ અલગ અલગ નાસ્તો-કોલ્ડડ્રિન્ક્સ તથા આઈસક્રીમ આપવામાં આવ્યો હતો તેમજ સંગાથ વૃધ્ધાશ્રમના વૃધ્ધોને પોલીસ સ્ટેશન લાવી ગરબીમા આરતીનો લહાવો આપવામાં આવ્યો હતો. વૃધ્ધોએ ગરબે રમી ધન્યતા અનુભવેલ તેમજ દશેરાના દીવસે તમામ વૃધ્ધોને અનુકુળ વાનગી જમાડવામાં આવેલ હતી.

- text

- text