માળીયા મિયાણાના મોટા દહીંસરા ગામે થયેલ હત્યાના બનાવમાં ત્રણ આરોપીઓની ધરપકડ

- text


એક આરોપી સારવારમા હોય હોસ્પિટલમાંથી રજા આપ્યા બાદ ધરપકડ

મોરબી : માળીયા મિયાણા તાલુકાના મોટા દહીંસરા ગામે બે દિવસ પૂર્વે શેરીમાં પાણી નીકળવા મામલે પાડોશીઓ વચ્ચે થયેલ તકરારમાં ઇજા પામનાર એક વ્યક્તિનું મૃત્યુ નિપજતા બનાવ હત્યામાં પલ્ટાતા પોલીસે આ કેસમાં હત્યાની કલમ ઉમેરી ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે જ્યારે એક આરોપી ઇજાને કારણે હોસ્પિટલમાં હોય રજા આપ્યા બાદ ધરપકડ કરવામાં આવશે.

માળીયા મિયાણા તાલુકાના મોટા દહીંસરા ગામના વિવેકાનંદ નગરમાં શેરીમાં પાણી નીકળવા મામલે થયેલ ઝઘડામાં ચંદુભાઇ છગનભાઇ મકવાણાનું ગંભીર ઇજાઓ પહોંચતા રાજકોટ સારવારમાં મૃત્યુ નિપજયું હતું અને તેમના સસરાને મહાદેવભાઇ મોહનભાઇ રાઠોડને ઇજા પહોંચતા બનાવ અંગે મૃતક ચંદુભાઈના પત્ની નિર્મલાબેન ચંદુભાઇ છગનભાઇ મકવાણાએ આરોપી સુરેશભાઇ અવચરભાઇ ઇન્દરીયા, અરૂણભાઇ અવચરભાઇ ઇન્દરીયા, વિજયભાઇ અવચરભાઇ ઇન્દરીયા અને અશોકભાઇ અવચરભાઇ ઇન્દરીયા રહે-તમામ મોટાદહીસરા વિવેકાનંદનગર તા.માળીયા મિયાણા વાળાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

- text

આ બનાવમાં ઇજા પામેલ ચંદુભાઇ છગનભાઇ મકવાણાનું સારવાર દરમ્યાન રાજકોટ સીવીલ હોસ્પીટલ ખાતે મૃત્યુ નિપજતા પોલીસે હત્યા અંગેની કલમનો ઉમેરો કરી આરોપી અરૂણભાઇ અવચરભાઇ ઇન્દરીયા, વિજયભાઇ અવચરભાઇ ઇન્દરીયા અને અશોકભાઇ અવચરભાઇ ઇન્દરીયાની ધરપકડ કરી હતી. જ્યારે આરોપી સુરેશભાઇ અવચરભાઇ ઇન્દરીયા ઇજાઓને કારણે હોસ્પીટલમા સારવારમા દાખલ હોય જેઓને રજા આપ્યા બાદ ધરપકડ કરવામાં આવનાર હોવાનું પોલીસે સતાવાર જાહેર કર્યું હતું.

- text