મોરબી જિલ્લાના માછીમારોને નેશનલ ફિશરીઝ ડિજિટલ પ્લેટફોર્મમાં રજિસ્ટ્રેશન કરાવવા અપીલ

- text


મોરબી : ભારત સરકારના નેશનલ ફિશરીઝ ડેવલોપમેન્ટ બોર્ડ (NFDB) દ્વારા નેશનલ ફીશરીઝ ડીઝીટલ પ્લેટફોર્મ (NFDP Portal) શરૂ કરવામાં આવેલ છે. જે એક નવી પહેલ છે. NFDB એ PM-MKSSY (પ્રધાનમંત્રી મત્સ્ય કિસાન સમૃદ્ધિ સહ યોજના) જે PMMSY હેઠળ તૈયાર કરવામાં આવેલ છે. જેમાં માછીમારોને ભવિષ્યમાં વિભાગ દ્વારા વિવિધ યોજનાઓનો લાભ સીધો બેંક ખાતામાં મળી રહે તેમ જ ભારત સરકારની વિવિધ યોજનાઓ અંગે સમયસર માહિતી મળી શકે તેમજ તાલીમ અને અન્ય કાર્યક્રમોની વિગતો માછીમારો સીધી રીતે મેળવી શકે તે હેતુથી શરૂ કરવામાં આવેલ છે.

આ પોર્ટલ પર પોતાનું રજીસ્ટ્રેશન કરવા માટે નીચે જણાવેલ વિગતો મુજબ આપ પોતે રજીસ્ટ્રેશન કરી શકશો અથવા જિલ્લાની ફિશરીઝ ઓફિસ કે નજીકના જન સેવા કેન્દ્ર(CSC)નો સંપર્ક કરી શકશો. રજીસ્ટ્રેશન કરવા માટે આધાર કાર્ડ (OTP માટે મોબાઈલ નંબર લિંક કરેલ હોવો જોઈએ), મોબાઈલ નંબર, બેંક પાસબુક, માછીમાર તરીકેની કામગીરીની વિગત (બોટ માલિક, માછલી વેચાણ, પગડિયા માછીમાર, ફીશ ફાર્મ રજીસ્ટ્રેશન વગેરે સર્ટિફિકેટ કે લાયસન્સ)ની વિગત સાથે રાખવાની રહેશે. આ ડોક્યુમેન્ટ્સ સોફ્ટ કોપીમાં હશે તો પણ ચાલશે.

- text

આથી મોરબી જિલ્લાના તમામ માછીમારોને સરકાર દ્વારા વિવિધ યોજનાઓ હેઠળ લાભ લેવા અને તેની માહિતી મેળવવા માટે તાત્કાલિક ઉપર દર્શાવ્યા મુજબ નેશનલ ફિશરીઝ ડિજિટલ પ્લેટફોર્મ પોતાનું રજીસ્ટ્રેશન કરાવવા કે.વી. રામાણી-મત્સ્યોદ્યોગ અધિક્ષક, મોરબીની યાદીમાં જણાવાયું છે.

- text