બધીર ચેરિટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા બધીર ગરબા ઉત્સવ યોજાયો 

- text


“ગરબો વાગે તેની રાહ અમે નથી જોતા, અમે પહેલેથી જ રમવા માંડીએ છીએ”

મોરબી : મોરબીના બધીર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બધીર ગરબા ઉત્સવ 2024નું આયોજન કરવામાં આવ્યું હતું. સતત બીજા વર્ષે ગુજરાતના અલગ અલગ જિલ્લામાંથી બધીર લોકો મોરબી ખાતે આવી અને ગરબા ઉત્સવની ઉજવણી કરી હતી.

આ પ્રસંગે તોમરસિંગએ જણાવ્યું હતું કે, સામાન્ય લોકો સાથે ગરબા રમવામાં એડજસ્ટ થવું અમારા માટે અઘરું હતું જેથી અમે આ બધીર ગરબા ઉત્સવનું આયોજન કરીએ છીએ. ગયા વર્ષે પણ 100 જેટલાં લોકોએ ભાગ લીધો હતો અને આ વર્ષે 125થી વધુ લોકોએ ભાગ લીધો છે. જેમાં સંપૂર્ણ દિવસ ગરબા, રમત અને ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું.

વધુમાં ઉષાબેને જણાવ્યું હતું કે, અમે સાંભળી નથી શકતા એટલે ગરબો વાગે તેની રાહ જોયા વિના જ અમે પહેલાથી જ રમવાનું શરુ કરી દઈએ છીએ. ગરબે રમવાનો અમને ખૂબ ઉત્સાહ છે.

- text

- text