પાણીની આવક થતા મચ્છુ-3 ડેમનો એક દરવાજો ખોલાયો 

- text


મોરબી : મોરબી તાલુકાના જુના સાદુળકા ગામ પાસે આવેલ મચ્છુ-3 ડેમમાં પાણીની આવક ચાલુ હોય વધારાનું પાણી નદીમાં છોડવાની જરૂરિયાત ઉભી થયેલ છે. જેથી ડેમનો 1 દરવાજો દોઢ ફૂટ ખોલીને 1401 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

ડેમના નીચાણવાસમાં આવતા ગામો જેમ કે

મોરબી તાલુકાના (૧) ગોર ખીજડીયા (૨) વનાળીયા (3) માનસર (૪) નારણકા (૫) નવા સાદુળકા (૬) જુના સાદુળકા (૭) સ્વાપર (નદી) (૮) ગૂંગણ (૯) જુના નાગડાવાસ (૧૦) નવા નાગડાવાસ (૧૧) અમરનગર (૧૨) બાદુરગઢ (૧૩) સોખડા માળિયા (મી) તાલુકાના ગામો – (૧) દેરાળા (૨) મેઘપર (3) નવાગામ (૪) રાસંગપર (૫) વિરવદરકા (૬) માળિયા(મી) (૭) હરીપર (૮) ફતેપરને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.

- text

- text