મોરબીમાં બે દિવસથી વાતાવરણમાં પલટો, આજે વરસાદની આગાહી

- text


નવમા નોરતે રાજ્યના 53 તાલુકાઓમાં વરસાદ વરસ્યો

મોરબી : મોરબી સહિત રાજ્યમાં છેલ્લા બે દિવસથી વાતવરણમા પલટો આવ્યો છે ત્યારે ગઈકાલે નવમા નોરતે રાજ્યના 53 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. બીજી તરફ આજે હવામાન વિભાગે મોરબી સહિત સૌરાષ્ટ્રમાં વરસાદ વરસવાની આગાહી આપી છે.

- text

ચોમાસાની વિદાય વચ્ચે પણ છેલ્લા બે દિવસથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે આજે હવામાન વિભાગે જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં ભારે વરસાદની શક્યતા વ્યકત કરી છે. આ ઉપરાંત વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, મહીસાગર, દાહોદમાં અમુક ભાગોમાં હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરી છે.

- text