મોરબીમાં આજે અવની ચોકડી અને વાવડી રોડ પર રાવણ દહન કરાશે

- text


મોરબી : મોરબીમાં આજે વિજયા દશમી પર્વ નિમિત્તે અવની ચોકડી તેમજ વાવડી રોડ ખાતે રાવહ દહન કરવામાં આવશે, રાવણ દહન પૂર્વે બન્ને સ્થળોએ રામ – રાવણનું યુદ્ધ સહિતના કાર્યક્રમો પણ યોજાશે.

મોરબીમાં આજે દશેરાના દિવસે શહેરના અવની ચોકડી પાસે આવેલ જય અંબે સોસાયટી પાછળ આવેલ સન ફ્લોરા સામે ખુલ્લા ખેતરમાં જય અંબે ગરબી મંડળ દ્વારા સતત બીજા વર્ષે રાવણ દહનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સાંજે 9 કલાકે અવની ચોકડીથી શોભાયાત્રા કાઢવામાં આવશે અને રામ – રાવણના યુદ્ધ બાદ અમદાવાદથી સ્પેશિયલ બનાવેલ 30 ફુટ ઉંચા રાવણનું દહન કરાશે.

- text

જયારે શહેરના રાધા પાર્ક વાવડી રોડ ખાતે પણ રાત્રે રામ – રાવણનું યુદ્ધ કરવામાં આવશે અને બાદમાં 13 ફૂટ ઉંચા રાવણનું દહન કરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.

- text