મોરબીના બ્લુઝોન ગ્રુપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો 

- text


મોરબી : બ્લુઝોન ગ્રુપ મોરબી દ્વારા મનોજભાઈ અને નીતિનભાઈ એરવાડીયાના માતાની પુણ્યતિથિ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન બ્લુઝોન સિરેમિકમાં કરવામાં આવ્યું હતું. બ્લડ ડોનેશન કેમ્પમાં 103 રકતદાતાઓએ રક્તદાન કર્યું હતુ. રક્તદાન કેમ્પને સફળ બનાવવા મનોજભાઈ એરવાડીયા, નીતિનભાઈ એરવાડીયા અને વિનોદભાઈ આદ્રોજાએ જહેમત ઉઠાવી હતી. સંસ્કાર બ્લડ બેંકના પ્રેરક પ્રેમસ્વામી અને સંચાલક રમેશભાઈ માકાસણાએ બ્લડ ડોનેશન કેમ્પના આયોજકો, બ્લુઝોન પરિવાર તેમજ રક્તદાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

- text

- text