મોરબીના સ્કેટ્ચ આર્ટીસ્ટે રતન ટાટાનું આબેહુબ પોટ્રેટ બનાવી શ્રદ્ધાંજલિ આપી

- text


જેતપર (મચ્છુ) : જેતપર(મચ્છુ) ગામના સ્કેટ્ચ આર્ટીસ પરમાર રોહિત ધનજીભાઈએ રતન ટાટાને શ્રદ્ધાંજલિ પાઠવી છે. જેમાં પરમાર રોહિતે રતન ટાટાનું આબેહુબ પોટ્રેત સ્કેટ્ચ બનાવીને પોતાના પરીવાર તેમજ જેતપર(મચ્છુ) ગામનું ગૌરવ વધાર્યુ છે. પરમાર રોહિત સી.એમ.જે.હાઈસ્કૂલ જેતપરમાં 10માં અભ્યાસ કરે છે. અને ઈન્સટાગ્રામમાં પોતાના સ્કેટ્ચના વિડીઓ બનાવી અપલોડ કરે છે.

- text

નોંધનીય છે કે, 9 ઓક્ટોબરના રોજ દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાનું 86 વર્ષની વયે નિધન થયું હતું. તેમને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. રતન ટાટાનો જન્મ 28 ડિસેમ્બર 1937ના રોજ થયો હતો. તેઓએ હાવર્ડ બિઝનેસ સ્કૂલથી મેનેજમેન્ટનો અભ્યાસ કર્યો હતો. તેમજ તેમને 2000માં પદ્મભૂષણ અને 2008માં પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

- text