દશેરા પહેલા જ ઘોડું દોડ્યું ! મોરબીમાં ફૂડ વિભાગે 73 નમૂના લીધા

- text


ફૂડ સેફ્ટી પખવાડિયાની ઉજવણી કરવાની સાથે સપાટો બોલાવ્યો : સાટા, જલેબી,દૂધ અને ફાફડા સહિતના નૂમના લેવાયા

મોરબી : સામાન્ય રીતે તહેવારોના સમયગાળામાં મીઠાઈ-ફરસાણનો વ્યાપક ઉપયોગ થતો હોય મોરબી ફૂડ વિભાગ કચેરીએ આ વર્ષ દશેરાના તહેવાર પૂર્વે જ મોરબી શહેર જિલ્લામાં ફૂડ સેફ્ટી પખવાડિયાની ઉજવણીના ભાગ રૂપે કામગીરી કરી મીઠાઈ, દૂધ, ફરસાણ, તેલ સહિતના 73 જમીન મેળવી લેબોરેટરીમાં ચકાસણી માટે મોકલી આપ્યા હતા.

ગુજરાત સરકાર દ્વારા તા. 03થી તા.11 ઓક્ટોબર સુધી ફૂડ સેફ્ટી પખવાડિયા તરીકે દરેક જીલ્લામાં ઉજવણી કરવાના ભાગ રૂપે વિવિધ કેટેગરીના નમુના લેવા માટે તેમજ અવરનેશ પોગ્રામો કરવા સૂચનો આપતા મોરબી જિલ્લામાં દશેરાના તહેવારને અનુસંધાને વિવિધ કેટેગરીના નમુના લેવાની તેમજ વિદ્યાર્થીઓ અને ફૂડ ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલ કર્મચારીઓની ટ્રેનિંગનું આયોજન હાથ ધરવામાં આવેલ હતું. સાથે જ દશેરાના તહેવારને ધ્યાનમાં રાખી મોરબી ફૂડ વિભાગની ટીમ દ્વારા ફૂડ સેફટી પખવાડિયા અંતર્ગત વિવિધ સ્થળોએથી દૂધના 10, મીઠાઇના 19, તેલના 10, બેકરી પ્રોડક્ટના 14, ડ્રાય ફૂટના 4, જલેબીના 4, મોળા સાટાના 4 ગળ્યા સાટાના 4 અને ફાફડા ગાંઠિયાના 4 નૂમના લઇ પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા હતા.

- text

- text