શરદ પૂનમે ઝાલા રાજપૂત સમાજ દ્વારા શક્ત શનાળા ખાતે હવન-યજ્ઞાદિનું આયોજન

- text


મોરબી : શક્ત શનાળા ગામે આવેલા શક્તિ માતાજીના મંદિરે આગામી તારીખ 17 ઓક્ટોબર ને શરદ પૂનમના દિવસે ઝાલા રાજપૂત સમાજ દ્વારા હવન યજ્ઞાદિનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબી તથા ટંકારામાં વસતા ઝાલા રાજપૂત સમાજ દ્વારા શક્ત શનાળા ખાતે 36મા વર્ષે હવન યજ્ઞાદિનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે 8 થી 12 વાગ્યા સુધી આ હવન-યજ્ઞાદિ ચાલશે. સવારે 9-30 કલાકે મહેમાનોના સામૈયા કરવામાં આવશે. આ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહજી, મુખ્ય મહેમાન તરીકે ધારાસભ્ય કિરીટસિંહ રાણા, વિરેન્દ્રસિંહ જાડેજા, વિશેષ ઉપસ્થિતિમાં ડો. રૂદ્રસિંહ ઝાલા, જયુભા જાડેજા, હિરેન્દ્રસિંહ ઝાલા, દશરથસિંહ ઝાલા ઉપસ્થિત રહેશે. જ્યારે આશીર્વાદ પાઠવવા આઈ મા પાનીધ્રા, મેઘપર ઝાલાના રવિરામબાપુ, શક્તિ માતાજીના મંદિરના મહંત નરોત્તમગીરીબાપુ હાજરી આપશે. હવનમાં યજમાન પદે વિશ્વરાજસિંહ રામદેવસિંહ ઝાલા (રતનપર), જયેન્દ્રસિંહ ગંભીરસિંહ ઝાલા (મોટા રામપર) અને રૂપસિંહ મહિપતસિંહ ઝાલા (આંમલીફળી) બિરાજશે. કાર્યક્રમના અંતે પ્રસાદનું આયોજન પણ કરાયું છે. તો આ કાર્યક્રમમાં પધારવા શ્રી આદ્યશક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ- શક્ત શનાળાના મહામંત્રી ઘનશ્યામસિંહ ઝાલા, ઉપપ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલા અને પ્રમુખ રઘુવીરસિંહ ઝાલાએ સમસ્ત ઝાલા રાજપૂત સમાજના લોકોને આમંત્રણ પાઠવ્યું છે.

- text

- text