મોરબીના મુનનગર ચોકથી ચંદ્રેશનગર જવાના રસ્તા પર ગટરના પાણી ભરાઈ રહેતા પાલિકામાં રજૂઆત

- text


મોરબીના મુનનગર ચોકથી ચંદ્રેશનગર જવાના રસ્તે સતત ભરાઈ રહેતા પાણીના કારણે ઉદ્યોગકારોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સમસ્યાનું નિરાકરણ આવે તે માટે આજ રોજ વેપારીઓ અને ઉદ્યોગકારો મોરબી નગરપાલિકા કચેરીએ ભુગર્ભ ગટર વિભાગમાં રજૂઆત કરી હતી.

રજૂઆતમાં વેપારીઓ અને ઉદ્યોગકારોએ જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારમાં ગટરના પાણી ઉભરાય રહ્યા છે. ગટરના ગંદા પાણી ભરાઈ રહેતા હોવાથી લોકો આવન-જાવન કરી શકતાં નથી જેના કારણે વેપાર-ધંધા પર અસર પડી રહી છે. માલ-સામાન લાવવા માટે રિક્ષા ચાલકો પણ આ રસ્તા પર આવવાની ના પાડી દે છે. જેના કારણે વેપારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે આ સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી.

- text

- text